________________
શુદ્ધ + શ્રદ્ધા + ભક્તિ = મુક્તિ
+
અહીં દુષ્કૃતગર્ભા દ્વારા જીવનને ઉન્નત બનાવવા ૩ વાત કરવાની ખૂબ જરૂર છે. આ ૩ વસ્તુ જેના જીવનમાં આવે તેની ભવ્યતા પરિપાક થયા વિના ન રહે.
(૧) ગુરુ સાક્ષિક આત્મશુદ્ધિ :
:
અસંખ્ય ભવોના દુષ્કૃતોના ભાર લઈને ભટકીએ છીએ. આ ગાં કરીએ એટલે હળુહળુ થઈ જઈએ. જે આ ગુરુ સમક્ષ પાપ પ્રગટ કરે છે તેમનું ચિત્ત પ્રસન્ન થઈ જાય છે, આત્મા નિર્મળ બને છે.
આજનો કાળ ભયંકર છે. છાપાના પહેલા પાને હોલસેલ મરણો નોંધાય છે. વચ્ચેના પાનામાં રીટેઈલ મરણ આવે. મૃત્યુ ખૂબ સસ્તુ છે. આયુષ્યમર્યાદા ઘટી ગઈ. તમે વ્યવસ્થિત ગાડી ચલાવતા હોય પણ સામેવાળો બેદરકારીથી અથડાવે તો શું કરશો ? માટે જ આયુષ્યનો ભરોસો નથી.
સૌથી પહેલા આ કરી લ્યો.
આત્માની શુદ્ધિ જરાય સંકોચ વગર કરી લેવાની. કોઈની આગળ ન કહેવાય એવા પાપ ગુરુ આગળ કહેવાના. ગુરુ પણ ગંભીર હોય. આપણા ગમે તેવા પણ ઘોર પાપ સાંભળે છતાં એમના મોઢાની રેખા પણ ન ફરે. આ જિનશાસનની અત્યંત સુંદર વ્યવસ્થા છે. અનેક ભવમાં જે કામ ન થયું હોય તે થઈ જાય. ગયા ભવના પાપ આપણે જાણતા નથી એટલે
Jain Education International
૧૩૪
For Personal & Private Use Only
www.jainelibrary.org