________________
ઓઘથી નિંદા કરીએ. પ્રાયશ્ચિત લઈએ. વર્તમાનના પાપની નિંદા કરતા કરતા ભૂતકાળના પાપોનું પ્રાયઃ પ્રાયશ્ચિત ભેગુ થઈ જાય.
આ વ્યવસ્થા જિનશાસનમાં જ છે. ઈતરમાં આવી વ્યવસ્થા નથી. ત્યાં તો આપઘાતની વાત કરે, બળી મરવાની વાત આવે . પણ એનાથી કર્મ ન બળે. ઉલટા આપઘાતનો સંસ્કાર પડી જાય. અહીં તો દુઃખપૂર્વક કરવાનું ને બીજા ભવમાં પણ જ્યારે દુઃખ આવે ત્યારે મરવાનો વિચાર આવે. આમ કેટલાય ભવ આપઘાત કરે. જેમ પંચેન્દ્રિયની હત્યા નરકમાં લઈ જાય તેમ આત્મઘાત પણ નરકમાં લઈ જાય. આપઘાત એ તો કાયરતા છે. સાચો પરાક્રમી માણસ તો સમતાથી દુઃખ ભોગવી જાણે ને કર્મ ખપાવે.
શૂળીની સજા સોંગથી: આપણું જિનશાસન એ અધ્યવસાય, ભાવ પર આધારિત છે. કેવા ભાવથી પાપ કર્યા તે જાણી હવે તેના પ્રતિપક્ષી પરિણામ લાવવાના. અસંચમના ભાવ કર્યો તો હવે સંયમમાં આવવાનું. પૈસા ખાતર પાપ કર્યા તો દાન ધર્મમાં આવવાનું. મરવાથી પાપ ' ન મરે પણ પાપને મારવાથી મરે. ઘોરાતિઘોર પાપ કરનાર એ જ ભવમાં નહિ, અંતમૂહૂતમાં કેવળજ્ઞાન પામી ગયા.
મહાનિશિથમાં બતાવ્યું કેટલાય સાધુ સાધ્વી બેઠા બેઠા મનમાં દુષ્કૃતગહ કરે છે. મેં આવું કેવું પાપ કરી નાખ્યું ? વિચારમાં ચઢે છે. જલદીથી ગુરુ મહારાજ પાસે જાઉં આલોચના
૧૩૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org