________________
કરવાનો. પણ કેવી રીતે ? શ્રદ્ધાથી.માત્ર કોરી શ્રદ્ધા નહિ, બુદ્ધિપૂર્વકની શ્રદ્ધા. વળી, ઉતાવળથી નહિ ધીરજથી, ધૃતિપૂર્વક જે શબ્દો છે એમાં અર્થની ધારણાથી અને અનુપ્રેક્ષાથી અર્થોના ચિંતવનપૂર્વક કાઉસગ્ગ કરવાનો. વળી, આ બધું કેવી રીતે ? ‘વડુમાણીએ' વધતી જતી શ્રદ્ધાથી, વધતી જતી બુદ્ધિથી, ધારણાથી, વૃતિથી, અનુપ્રેક્ષાથી કાઉસગ્ગ કરવાનો, આ રીતે ભાવપૂર્વક કરેલા એક અરિહંત ચેઈઆણંનું કેટલું જબરજસ્ત ફળ મળે ! આ બધો લાભ ૧ નવકારના કાઉસગ્ગમાં મળી જાય.
સૂત્રના શબ્દો એ મંત્રાક્ષરો છે.
પાંચ દંડક સૂત્રો છે. નમ્રુત્યુર્ણ, અરિહંત ચેઈઆણં, લોગસ્સ, પુખ્ખરવરદીવટ્ટે અને સિદ્ધાણં-બુદ્ધાણં. આમાં તો ભારોભાર માલ પડયો છે. એક સૂત્ર ૫૦ વાર બોલીએ તોયે આગળ વધવાનું મન ન થાય. ૫ કલાક નમુત્યુર્ણમાં જાય. “અરિહંતાણં, ભગવતાણં” બોલ્યા જ કરીએ આગળ વધાય જ નહિ. ‘અરિહંત' શબ્દ આવે ને રૂંવાડા ઉભા થઈ જાય. એના શબ્દો એ મંત્રાક્ષરો છે.
એક પદ પણ પ્રણિધાન પૂર્વક બોલીએ તો હમણાં મોક્ષ થઈ જાય. ઓછું કરો. પણ એકતાન થઈને કરો. એક નવકાર ગણો પણ એવા ભાવપૂર્વક ગણો કે મન એમાં ઠરી જાય. કેટલા મંત્રાક્ષરો ! નવકારના ‘નમો અરિહંતાણં' પદના માત્ર ૧લા અક્ષર ‘ન’ માં ૧૦૦૮ વિધાઓ છે. આ બધા સૂત્રોમાં ભીંજાતા આવડી જાય તો કામ થઈ જાય.
Jain Education International
७५
For Personal & Private Use Only
www.jainelibrary.org