________________
શરણ ચોથું ઘરે ધર્મનું અનાદિ સંસારમાંથી તારનાર આ ધર્મ છે. છતાં આજે ધર્મની બાબતમાં પણ ઘણી ગૂંચવણ ઊભી થાય છે. કેટલાય ધર્મો છે. આજે કોઈ જિનેશ્વર કે કેવળજ્ઞાની છે નહિ. સાચો અને મધ્યસ્થ માણસ ગૂંચવાઈ જાય આપણને તો નાનપણથી જ “કેવલિ પન્નરો ધમ્મો' કેવળજ્ઞાની ભગવંતે કહેલો શુદ્ધ અને સાત્વિક ધર્મ મળ્યો પણ જેને એ નથી મળ્યો એ તો બધા ધર્મની પરીક્ષા કરીને જ સમજે કે આ જ ધર્મ શ્રેષ્ઠ છે.
| મારગની છે મૂંઝવણ : આપણને જિનશાસન મળ્યું છતાં એમાંય શ્વેતાંબર, દિગંબર, સ્થાનકવાસી ને તેરાપંથી ને કેટલાય ગચ્છ. એમાં પાછો કાનજીસવામીનો નિશ્ચયનયનો ધર્મ નીકળ્યો. હાલમાંય દાદા ભગવાન ને રજનીશ ને કેટલાય પંથો પડેલા છે. જ્યાં વાતો ઊંચી હોય ને આચરણમાં મીંડુ હોય ત્યાંય સાવધાની રાખવી પડે. કલિકાળમાં નવા નવા ધર્મો નીકળ્યા જ કરે. આ ઝેરી સાપ જેવો પાંચમો આરો છે, ડંખ માર્યા જ કરે.
આ પંચમ આરો ભયંકર છે. માટે જ ઉપાધ્યાયજી મહારાજે કીધું, “કલિકાલે જિનબિંબ જિનાગમ, ભવિયણકું આધારા” આ પરમાત્માની પ્રતિમા અને શાસ્ત્ર એ જ એકમાત્ર આધારભૂત છે, તરવાના સાધન છે.
આત્મારામજી મહારાજ પંજાબી, ક્ષત્રિયકુળમાં જન્મ્યા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org