________________
અજ્ઞાન તપ કરનારા કરતાં સમકિતિની નવકારશી ચડે. આ સંસાર સાગરમાં તરણતારણ જહાજ ધર્મ મળ્યો. એ હવે કેમ છોડાય?
શરણ એટલે આશ્રય. સંસારના ભયથી મારા આત્માની રક્ષા કરવા માટે આશ્રયરૂપ આ ધર્મ જ છે. તોફાનમાં ગુંડાથી બચવા પોલીસનો આશ્રય તેમ રાગ-દ્વેષ અને મોહના તોફાનોથી પાર ઉતરવા આ ચારનું શરણ ભાવપૂર્વક સ્વીકારવાનું.
આત્મામાં ભવ્યત્વનો પરિપાક કરવા જૂના શલ્યોને કાઢવા પડે, ગુણબીઓનું આરોપણ કરવું પડે. ભૂમિકા પહેલાં ચોખી કરવી પડે. એ માટે પ્રથમ ચાર શરણનો સ્વીકાર બતાવ્યો.
ચાર શરણ તો લીધા પણ ભગવાને જેનો નિષેધ કર્યો તે આચર્યું. તેની આત્માની સાક્ષીએ, ભગવાનની સાક્ષીએ નિંદા કરવાની. દુનિયાને પારકી નિંદામાં રસ છે. એના દ્વારા ચીકણા કર્મો બાંધે. જ્યારે આપણે ત્યાં આત્માની નિંદા કરવાની. આત્મ નિંદા કરતા કરતા તો કેવળજ્ઞાન સુધી પહોંચી ગયા.
ખંધકમુનિની હત્યા કરનાર રાજા. સાધુની ચામડી ઉતરાવી છે પણ જ્યારે સત્ય હકીકતની જાણ થઈ ત્યારે સાધુના કલેવર આગળ જઈ જબરજસ્ત આત્માની નિંદા કરી. ઘોર પશ્ચાતાપ કર્યો. આત્મનિંદાથી કર્મ ધોવાય. બધા કર્મોનો મેલ નાશ પામે. મારા જેવો પાપી જગતમાં કોઈ નથી. એમ ઘોરાતિઘોર પશ્ચાતાપ કરતા કરતા કર્મથી હળવા થઈ ગયા.
૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org