________________
શા કારણે દુષ્કૃતગહીં ?
અનાદિકાળથી જીવે બીજા જીવોનું અહિત જ કર્યું છે. એને જ સારુ માન્યું છે. આ દુષ્કૃત છે આ દુષ્કૃતની ગાં કરવાની છે.
આ દુષ્કૃતની ગીં પણ પ્રણીધાનપૂર્વક કરવાની. કેમ ? તો ભૂતકાળમાં દુષ્કૃતો પ્રણિધાનપૂર્વક કર્યા છે. ૨ મીનીટ પહેલાં બોલેલી ગાથા ભૂલી જવાય, નવકારવાળીમાં ચિત્ત ન ચોટે પણ નિંદા મજેથી થાય. દરેક પાપ અત્યંત પ્રણિધાનપૂર્વક કર્યા છે અને બીજી બાજુ ધર્મક્રિયામાં, પ્રતિક્રમણ, પૂજામાં રગશિયા ગાડાની જેમ ચલાવ્યું છે.
સંસારની આ બધી પાપવૃત્તિ એવા પ્રણિધાનપૂર્વક કરી છે કે જેના આત્મામાં તીવ્ર રસવાળા અને પરંપરા ચાલે એવા પાપો પડયા છે. આ સંસાર બંધથી નહિ, અનુબંધથી ચાલે છે. પ્રણિધાન એ અનુબંધ કરાવે છે. પ્રણિધાનપૂર્વકના પાપ ઉદય વખતે નવા પાપ બંધાવી પરંપરા ચલાવે છે.
પાપનો રસ તોડો
:
આત્મામાં અશુભ રસવાળા કર્મોરૂપી ટાઈમ-બોંબ પડયા છે. ગમે ત્યારે ઉદયમાં આવીને ક્યાંય ફેંકી દે કહી શકાય નહીં, પ્રણિધાનપૂર્વક રસપૂર્વક જૂઠ બોલ્યા, ચોરી કરી, અનીતિઅન્યાય ને ભોગ વિલાસમાં તીવ્ર અનુબંધ કર્યા,
Jain Education International
અનાદિકાળના અભ્યાસથી આ જીવને પાપકર્મમાં જ રસ પડે છે. તેમાં જ ધગશ અને ઉલ્લાસ આવે છે. હવે આ તીવ્ર
૧૦૦
For Personal & Private Use Only
www.jainelibrary.org