________________
મારૂ કાંઈ નથી. હું માત્ર મેનેજીંગ ટ્રસ્ટી. પગાર પૂરતું ખાવા પીવાનું એમાંથી કરવાનું બાકી બધુ ભગવાનનું. અહીં જિનશાસન સાથે લેણાદેણી ઊભી કરી હશે તો ભવાંતરમાં એ સુલભ થશે.
નાની પણ સેવાનું ગજબનું ફળ ઃ
બીજો વૈધ જંગલમાં વાંદરો થયો એમાં પણ ૭૦૦ વાંદરીઓનો માલિક થયો. ત્યાં જંગલમાં એક સાર્થ સાથે સાધુ મહાત્મા જતા હતા. એક મહાત્માને એકદમ મોટો કાંટો વાગ્યો. ચાલવા અસમર્થ બન્યા બીજા સાધુને કહ્યું-આપ પધારો, હું અહીં અણસણ કરીને મારી આરાધના કરી લઈશ, સંયોગોવશાત બીજા સાધુઓને જવુ પડયું. હવે જંગલમાં આ મુનિ એકલા છે. એમને જોઈને પેલી ૦૦૦ વાંદરીઓએ ચીચીયારી પાડી. આ વાંદરો ત્યાં આવે છે. સાધુને જોતાં જાતિસ્મરણ જ્ઞાન થાય છે. પૂર્વભવમાં વૈધ હતો, બધી દવા જાણે છે. ઔષધિઓ લાવીને સાધુને સાજા કરે છે. સાધુ પણ વાંદરાને ઉપદેશ આપે છે, અણસણ કરાવે છે. વાંદરો મરીને દેવ થયો. પછી મનુષ્ય થઈ મોક્ષે જશે..
આપણે અહીં દુષ્કૃતગાઁ જોઈએ છીએ. આ પણ એક યોગ છે. આત્માને મોક્ષ સાથે જોડી આપે તે યોગ. તેના મુખ્ય બે ફળ બતાયા. (૧) વર્તમાનમાં દુ:ખ, સંકલેશમાં સહન કરવાની શક્તિ આપે ને (૨) એનાથી અનિકાચિત કર્મો નાશ પામી જાય.
Jain Education International
૧૧૦
For Persons Private Use Only
www.jainelibrary.org