________________
આમ દુષ્કતગહના બે ફળ (૧) તીવ્ર રસવાળુ કર્મ અલ્પ રસવાળુ બને અને (૨) જુના પાપકર્મોના અનુબંધો તૂટી જાય.
આજ સુધી બધા પાપ પ્રણિધાન, એકાગ્રતા અને દુનિયાના સ્વાર્થના ભાવપૂર્વક કર્યા. આવા પાપના તીવ્ર રસ અને અનુબંધવાળા કર્મ પડયા છે. એ બંનેને તોડવાની તાકાત આમાં છે. હિંસા બહુ કરી છે. ચૂલો સળગાવતા કોઈ વાર આંખમાં આંસુ આવી ગયા હોય એમ બન્યું છે ખરું? પાપ કરતા ક્યારેય રડયા છો ? સંસારના દુઃખમાં રડયા છીએ. શેરબજારમાં રૂા. કાગળીયા થઈ ગયા ત્યારે રાતોની ઊંઘ હરામ થઈ ગઈ હતી. દીકરો માંદો પડયો ને એને જોઈને આંસુ આવ્યા પણ પાપકર્મ કરતા રડ્યા ખરા ? પાપ તો હસતા હસતા ને મજેથી જ કર્યા છે. ને પાછા પ્રણિધાનપૂર્વક કર્યા છે. હવે આ કેમ ભોગવાશે એ પ્રશ્ન છે.
રત્નકણિકા જ પોતાનું જ કામ કરવું તે આસક્તિ, અન્યનું પણ કામ કરવું તે સંસ્કૃતિ, અને કર્મ કરીને પણ અલિપ્ત રહેવું તેનું નામ વિરકિતા
૧૧૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org