________________
પણ એ પણ દુર્લભ છે.
આત્મનિંદા તોડે ભવદુઃખફંદા : દિવસમાં વારંવાર યાદ કરો, “હું પાપી છું નીચ ગતિ ગામી” મારી પ્રકૃતિ કેટલી ખરાબ, કષાયોની કેવી ઉત્કટતા આપણા અરૂચી, કષાય રૂપી અધ્યવસાયની તલવાર ક્યારેક ગુરુ મ. પર પણ ચાલી જાય. મનથી વધીને ક્યારેક વચન પણ નીકળી જાય.
હું એટલે કોણ ? આ જગતના અનંતા પાપોથી ભરેલો. અચરમાવર્તમાં એકપણ પાપ એવું નથી કે જે જીવે ન કર્યું હોય ભૂતકાળના લાખો-કરોડો ગુના કરીને આવ્યા છીએ ને નવા ગુના કર્યે જ જઈએ છીએ. કોણ સદ્ગતિ આપશે ? એમ મફતીયા મોક્ષ થઈ જવાનો છે? અનંતકાળ હજી રખડવું પડે એવા દેદાર છે. દાળમાં સહેજ વધારે મીઠું પડી જાય એ સહન કરવાની તાકાત નથી. પત્ની પર તૂટી પડો છો. એણે તો એક દાળ બગાડી પણ તેં અનંતા પાપો કરીને અનંત ભવો બગાડયા તેનું શું?
' ભૂતકાળના બધા પાપો કર્મના માધ્યમથી કોમ્યુટરમાં ફીટ થઈ ગયા. સંસ્કારથી વાસિત થઈ ગયા. આ ભવે જીવે લાખો કરોડો ભવના કર્મના થોકડા ઓછા કરવાને બદલે વધાર્યા. નવા પાપ કર્યા. હિંસા, ચોરી, જૂઠમાં મચી પડયો. સ્વાર્થી બની ગયો. પરાર્થની તો વાત જ નહિ !
જયવીસરાયમાં એક માંગણી મૂકી-મા-બાપની ભક્તિ
૧૧૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org