________________
દુર્લભ છે તો મરણ વખતે શું? અને સમાધિમરણ જ ક્યાં છેટું છે ત્યાં મોક્ષની વાત તો દૂર જ રહી. આ સમાધિ કાચના ટુકડા કરતાં વધારે કોમળ છે. જરાક કોઈ બે શબ્દ કહી જાય ને મના ખંડિત થઈ જાય છે.
મનથી જરાય આડુ ચિંતવીએ તે અસમાધિ. ચિત્તની સ્વસ્થતા તે સમાધિ. કોઈ સહેજ મનથી વિપરીત થાય ને મન અવળું થઈ જાય છે તો છેલ્લે મરતી વખતે બધા કુટુંબીઓ, . સ્નેહીઓ બધાને છોડવાના આવશે ત્યારે સમાધિ કેમ ટકશે? કોઈ નવકાર સંભળાવે ત્યારે નવકારમાં મન ક્યાં જવાનું છે? એ તો વેદનામાં જ જાય. લાખો પ્રકારનાં અધ્યવસાયો ક્ષણવારમાં સમાધિ તોડે. સગતિ દુર્લભ છે કારણ સમાધિ દુર્લભ છે.
શાસ્ત્રમાં ત્રણ પ્રકારના મરણ બતાવ્યા.
એમાં પહેલુ બતાવ્યું બાલમરણ-કોઈપણ જાતના પચ્ચખાણ વગરનું મરણ. આવું મરણ થાય તો આખી જીંદગીના ઊંધા અભ્યાસથી મરણ વખતનું દુધ્ધન અનંત મરણ વધારી દે. અને એના માટે જ ચાર-શરણ, દુષ્કૃત ગહ, સુકૃત અનુમોદના આ-૩ વારંવાર ઘૂંટવાના છે. આનાથી અંતિમ કાળે કદાચ સારો ભાવ આવી જાય ને સમાધિ મળે.
આપણા અંદગીભરના કાળા કામો ને પાપો જોતાં એમ લાગે કે સમાધિ દુર્લભ જ છે. કદાચ કોઈ દેવ-ગુરુની દૃષ્ટિ પડી જાય ને અધ્યવસાય સારા આવે તે વાત જુદી ! કોઈ ભગવાનની પ્રતિષ્ઠા કરી હોય ને છેલ્લે એ યાદ આવે ને સમાધિ આવી જાય.
For (૧૧)
Jain Education International
For Personalrivate Use Only
www.jainelibrary.org