________________
થવા મળ્યું. મહાપુણ્યોદયે આ યોગ મળે, એની ઉપેક્ષા ન કરાય. મહાપુરુષોની સેવા એજ જીવનની કમાઈ
૧ લા વૈધે ઉપેક્ષા કરી, બીજા વૈધનો સ્વભાવ સારો હતો. એણે મહાત્માને પહેલા તપાસ્યા. ઔષધ વિગેરેની અનુકૂળતા કરી આપી... પ્રેમથી ભક્તિ કરી. આ ઘોર સંસારમાં પણ સાધુ-સાધ્વીની ભક્તિ એ આશાનું એક કિરણ છે. બંને વૈધને ઘોર-હિંસા, આરંભ સમારંભ હતા. ૧ લો મરીને ૭મી નરકમાં ગયો, બીજો વૈધ મરીને વાંદરો થયો કારણ ઘોર સમારંભ છતાં એની નિંદા હતી ને સાધુની ભક્તિ આદરપૂર્વક કરી પણ સાથે અર્થનું ધ્યાન હતું.
સમયે સમયે કોણ જાણે કેટલાય કર્મો જીવ બાંધે છે ! પ્રતિ સમયના અધ્યવસાયની આત્માના કોમ્પ્યુટરમાં નોંધ થયા વગર રહેતી નથી. આ કર્મ કોઈને ન છોડે. કાળ પરિપક્વ થયે ક્યાંય ને ક્યાંય ફેંકી દેશે. જેટલા જીવોની હિંસા કરી તેના કરતાં હજારોગણીવાર મરવું પડશે. હવે આ જિનશાસન પામીને લાઈનમાં આવી જાવ. અર્થ અને કામ પાછળની દોટ મૂકી દો. જિનશાસનને સમર્પિત થઈ જાઓ.
જુઓ જગડુશાહે અનાજ સંગ્રહ કર્યો પણ પૈસા માટે નહિ. બોર્ડ લગાવી દીધું ગરીબોનું અનાજ તમે પણ તિજોરીમાં બોર્ડ લગાવી દો જિનશાસનની મૂડી પહેલા તો સંપત્તિ ભેગી કરી એ જ પાપ હવે એ ગુનામાંથી બચવા નક્કી કરો આ બધુ ભગવાનનું છે.
૧૦૯
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org