________________
શરણ બીજું ભજે સિદ્ધનુંઃ બીજું શરણ કોનું? સિદ્ધ ભગવંતનું! તેમનું પણ અહીં વિશેષણોથી ભાવપૂર્વક શરણ સ્વીકારવાનું.
(१) पहिणजरमरणा
જેમના જન્મ, જરા અને મરણ નાશ પામી ગયા છે તે. જે પૃથ્વી પર હવે ફરી જન્મવાના જ નથી. આ ૩ મહારોગથી જે હંમેશ માટે છૂટી ગયા છે.
(२) अवेअकम्मकलंका
કર્મ એ આત્મા પર લાગેલું કલંક છે. આપણે કર્મોથી કલંકિત છીએ. સિદ્ધ ભગવંતોને કર્મ નથી. આથી તેઓ કર્મથી અકલંકિત છે. અરિહંતોને ઘાતી કર્મ ગયા. અઘાતી રહ્યા પણ એય હવે જવાના. એટલે અરિહંતો અને સિદ્ધો અકલંકિત.
આપણે જન્મ લીધો એટલે જ સિદ્ધ થઈ ગયું કે કર્મ છે. કર્મ હોય તો જ જન્મ હોય. વળી પાછા દુઃખો ભોગવીએ છીએ રોગના, ઘડપણના. કુટુંબ પરિવારની માનસિક ચિંતાઓ આખી દુનિયા ભોગવે છે, આખુ જગત કર્મને આધિન છે. કોઈનું ધાર્યું અહીં થતું નથી. મનુષ્યજન્મ પામીને એક જ કામ કરવાનું અને તે આ કર્મનો નાશ કરવાનું. આરાધના સાધના દ્વારા અશુભ કર્મ દૂર થાય અને નવુ નવુ શુભ કર્મ બંધાય ને ઉત્તરોત્તર મોક્ષ સુધી પહોંચાય.
છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org