________________
મનને પાછું ખેંચી એકમાત્ર લક્ષમાં મન પરોવવું તે પ્રણિધાન. પરમાત્માની પૂજા વિધિમાં દશત્રિકમાં ત્રિદિશાત્યાગ ત્રિક બતાવી. ત્રણે દિશાનો ત્યાગ કરીને માત્ર ભગવાન તરફ જ નજર. કોણ આવ્યું, ગયું, કોણ શું કરે છે કાંઈ જ ખબર ન પડે. પ્રતિક્રમણ કેવું હોય ?...
પૂ. ભુવનભાનુસૂરિ મ. હંમેશા ઊભા ને ઊભા જ પ્રતિક્રમણ કરવાનું. એક એક શબ્દ પર ઉપયોગ હોય, તેના ભાવાર્થોથી ભાવિત થઈ જાય, એમના સંસારી પિતાશ્રી પણ એવા ! કાળુશીની પોળમાં રહે. આજુબાજુવાળા કહે, પ્રતિક્રમણમાં વંદિત્તાનો આદેશ આપ્યો હોય ને આખું વંદિત્તુ રડતા રડતા જ બોલે. વંદિત્તામાં આખા દિવસના પાપોની આલોચના આવે. માત્ર એકાગ્રતાપૂર્વક નહિ, અર્થોથી ભાવિત થઈને ક્રિયા કરવાની.
એક એક સૂત્રો-અર્થોમાં કેટલા રહસ્યો ! એક અરિહંત ચેઈઆણંનું ફળ કેટલું? આખી દુનિયાએ પરમાત્માને જે વંદનાદિ કર્યા, પૂજા કરી, ભગવાનની સ્તોત્ર દ્વારા સ્તવનાદિ કરી, ભગવાનને વસ્ત્ર, ફૂલ જે ચઢાવવાદિ દ્વારા સન્માનાદિ કર્યા હોય, તે બધાનું ફળ આપણે મેળવવું છે. કેવી રીતે ? અનુમોદનાથી. તે બધાની અનુમોદના માટે ૧ નવકારનો કાઉસગ્ગ કરીને તે ફળ મેળવવાનું.
કાઉસગ્ગ કેવા ભાવથી ?
સમ્યક્ત્વની પ્રાપ્તિ માટે, મોક્ષની પ્રાપ્તિ માટે કાર્યોત્સર્ગ
Jain Education International
૫
For Personal & Private Use Only
www.jainelibrary.org