________________
આ મળેલ ધર્મને સ્થિર અને દેટ કરવા વારંવાર એનું શરણ સ્વીકારવાનું અને સાથે જયવિયરાયની ૭ અને ૮મી પ્રાર્થના મજબૂત કરવાની. સુહગુરુજનો, તબ્બયણ સેવણા આભવમખેડા.” આ ભવમાં ઊંચી કોટિના સુગુરુનો યોગ મળે જે પરમાત્માની પરંપરામાં આવ્યા હોય ને તેમના વચનને માન્ય કરતા હોય. ક્યારેક એવા ગુરુ દ્રવ્ય ક્ષેત્રકાળ-ભાવને પામીને રહસ્યથી તિર્થંકર ભગવાનના વચનને સ્થળ દૃષ્ટિવાળા જીવો કહે ત્યારે કદાચ સહેજ ફરતુ પણ લાગે તો પણ ગુરુનું જ વચન મનાય. માટે ગુરુના વચનનું પાલન કહ્યું, સીધું તિર્થંકર ભગવાનના વચનનું પાલન એમ નહિ. હકીકતમાં ગીતાર્થ એવા ગુનું વચન એ ભગવાનનું જ વચન છે.
आज्ञा गुरुणां अविचारणीया : ગુરુના વચનો પર તર્ક ન કરાય. એ જ સાચું છે. એવી શ્રદ્ધાથી માનવાનું ને અખંડ રીતે પાળવાનું. આ શ્રદ્ધા કેવળજ્ઞાન અપાવી દે. આ શ્રદ્ધા વિનાનું જ્ઞાન શુષ્ક છે. જ્ઞાન કરતાં શ્રદ્ધા બળવાન છે. કારણ આપણા અંદરના ભાવો રાગ-દ્વેષથી ખરડાયેલા છે. અને ગુરુ પરની શ્રદ્ધાથી જ એ વિશુદ્ધિ આવે.
ગતાનુગતિક્તા ટાળો: વળી, આ પ્રાર્થના ભગવાન સમક્ષ કરવાની છે. ભગવાન સુવિશુદ્ધ છે એમની આગળ કરેલી સુવિશુદ્ધ ભાવના ફળ્યા વગર ન રહે પણ આપણને સાચી પ્રાર્થના કરતા પણ નથી આવડતું. માત્ર ગતાનુગતિક રૂટિન મુજબ બોલી જઈએ છીએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org