________________
ભવિચણ ! માણીએ ગુરુ સંયોગ:
સદ્ગુરુનો ચોગ એમનેમ ન મળે, મળે તો ન ફળે. એ જયવિસરાયની ૧૩ માંગણીમાં ૯મી માંગણી મૂકી. એ પહેલા જ ની પૂર્વભૂમિકા જોઈએ. એનાથી મળે, કુળે.
- ભવનિર્વેદ ૧ લો મૂક્યો. સંસાર હેય છે. તેના પરથી મન ઉઠી જવું જોઈએ. સંસારમાં અનુકુળતા જોઈને ફફડાટ થાય. એ પછી માગનુસારી. પણું એના પણ ૩૫ ગુણ બતાયા. પછી ઈષ્ટફલાસિદ્ધિ જ્યાં સુધી સંસારમાં રહું ત્યાં સુધી ભગવાનની પૂજ, ભક્તિ, આજ્ઞાપાલન કરી શકું એવી સાંસારિક અનુકુળતા અને પછી આલોક-પરલોક વિરુદ્ધનો ત્યાગ.
ગુરુજણપૂઆ એટલે માતા-પિતાની પૂજા, પૂજાનો અર્થ એમની સેવા-ભક્તિ. મા-બાપ પ્રત્યે અવગણના હોય એને ગુરુ સારા ન મળે. દીક્ષા લીધા પછી મા-બાપને પણ આ માર્ગે વાળવાના છે. જેના હૈયામાં મા-બાપ નથી એને ઉત્તમગુરુનો યોગ ન મળે. માતા-પિતાની જે સારી ભક્તિ કરે તેને ચારિત્ર મળે જ. કદાચ માતા-પિતાની સંમતિ ન મળે તેમ હોય તો પણ એમને ભાવપૂર્વક હૃદયમાં રાખીને દીક્ષા લેવાની છે.
અને પરાર્થકરણ'- બીજાના માટે કરી છૂટો, સ્વાર્થને ગૌણ કરી નાખો. જેટલી શક્તિ હોય તે બધી પરોપકારમાં વાપરો. પરોપકાર એ જ મોટામાં મોટો ધર્મ છે આ બધી લકિક વસ્તુ છે. એ પૂર્વભૂમિકા છે. એનાથી જ લોકોત્તર એવી ઉત્તમ વસ્તુ સુગુરુનો યોગ અને ભવોભવ એમની સેવા મળે.
(૦)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org