________________
અશાતા વેદનીય માત્ર શરીરને પીડે છે. જ્યારે મોહનીય કર્મ મનને પીડે છે, ન કરવાના પાપો કરાવે છે? છતાં આપણને શેની હાય-વોચ વધુ લાગે ? રોગ આવે એની કે રાગ થાય એની ? આપણી દષ્ટિ રોગ તરફ છે પણ રાગ તરફ જોઈએ. આ મોહનીય કર્મના ઉદયનો સંસાર બહુ ભયંકર છે. આ ચાર શરણ જ રક્ષક છે. કેન્સરના રોગમાં શીતલતા અપાવે. આત્માની પરિપૂર્ણ રક્ષા કરે. જ્યાં જઈએ ત્યાં આ ચાર શરણને હૃદયમાં રાખીને જવાનું..
કો નવિ શરણં કો નવિ શરણં....
અશરણ છે
બે ને
એ હરણ
અરિહંત, સિદ્ધ-સાધુ અને ધર્મ એ ચાર જજીવને શરણરૂપ છે એના વગર જીવ આ ઘોર સંસારમાં અશરણ છે, નિરાધાર છે, સિંહ જંગલમાં ફરવા નીકળે ને હરણોના ટોળા પર તરાપ મારીને મોંમાં લઈ લે અને સામે હજાર હરણ હોય તો પણ જોયા કરે, આ હરણને બચાવી ન શકે.
મૃત્યુરાજારૂપી સિંહ જ્યારે ત્રાટકશે ત્યારે આજુબાજુના બધા સગાઓ, માતા-પિતા-ભાઈ-બહેન-બનેવી-કાકા-બાંધવો બધા ભેગા થઈને પણ તમને મૃત્યુથી બચાવી શકશે નહિ. મૃત્યુ આગળ કાંઈ ચાલવાનું નથી. આયુષ્ય કર્મ પૂરું થયા પછી તમે ૧ સેકન્ડ પણ જીવવાના નથી.
કુદરતનો આ કાયદો તીર્થકરોને પણ લાગુ પડે. તિર્થકરમાં તો અચિંત્ય સામર્થ્ય, જબરજસ્ત પુચ્ચાઈ, છતાં એવા પણ ભગવાન પોતાનું ૧ સમયનું આયુષ્ય ન વધારી શકે, ગઈકાલે
(૫૫)
૫૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org