________________
બૌદ્ધ સાધુને કાગડા બનાવીને તેલની કડાઈમાં જીવતે જીવતા તળવાના હતા. એના જ વિચારો ચાલતા હતા, બધી તૈયારી પણ થઈ ગઈ હતી. પણ અરિહંત-ગુરુનું શરણ હૃદયમાં હતું તે બચાવવા આવ્યું.
ગુરુએ એક ચબરખી મોકલી. બે શ્લોક લખ્યા હતા. જેણે કષાય કર્યો તેનો આત્મા અનંત સંસારમાં રખડી ગયો, જેણે ક્ષમા રાખી તેનો મોક્ષ થઈ ગયો. ગુણસેનરાજા/સિંહરાજાનો જીવ ક્ષમા રાખે છે ને અગ્નિશમ/આનંદનો જીવ ક્રોધ કરે છે.
અહીં જુઓ કે આ ગુરુનું શરણ ન હોત તો શું થાત? ભલે કષાયોમાં ચડયા પણ હૃદયમાં ગુરુ બેઠા હતા તેને કારણે એ કાગળ ખેંચાઈને આવ્યો. એકનો મોક્ષ ને બીજાનો અનંત સંસાર ! મારી શી દશા? હું મરીને ક્યાં જઈશ? મેં કેટલો આવેશ, કષાય કર્યો? આ ચિઠ્ઠી ન મળી હોત - બે ત્રણ દિવસ મોડી મળી હોત તો કેટલો પાપ બંધ થયો હોત? આ ગુરુના શરણે હરિભદ્રસૂરિ મ.ના પરિણામની રક્ષા કરી.
રત્નકણિકા સૂર્યનાં કિરણો દોરી શકાય પણ તેમાંથી તેજ ન પ્રગટે, તેમ ત્યાગની નકલ કરી શકાય પણ તેમાંથી વૈરાગ્યનું માધુર્ય ન પ્રગટે.
@ જગતમાં પદ મળે એટલે મદ આવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org