________________
શરણે જાય તે, તરી જાય.
અરિહંતનું શરણ સ્વીકારવાનું. આ “અરિહંત” એ ૪ અક્ષરમાં અજબગજબની તાકાત છે. એટમબોંબમાં અમુક અમુક પ્રકારના અણુઓ ભેગા થઈને પ્રચંડ શક્તિ ભેગી થાય તેમ અમુક પ્રકારના અક્ષરનો સંયોગ થાય તો તેની પણ જબરજસ્ત તાકાત થાય. સંયોગમાં તાકાત વધે. વિઘટિત હોય તો તાકાત ઘટે. સંયોગમાં શક્તિ ઉત્પન્ન થાય છે. કહેવાય પણ છે કે સંઘે શક્તિ કભિયુગે કળીયુગમાં સંઘમાં શક્તિ છે.
એકને બદલે બે ભાગીદાર થઈને ધંધો કરે તો મોટો થાય એમ અક્ષરમાં પણ. પરંતુ જેમ બધા મૂર્ખાઓ ભેગા થઈને લીમીટેડ કંપની ન ચાલે એને ચલાવવા એક એંજિનિયર, એક ઉધોગપતિ એમ બધાનો સમ્યક્ સમન્વય જોઈએ. તેમ ગમે તેમ અક્ષરો ભેગા થાય ત્યારે શક્તિ પેદા ન થાય એ તો અમુક પ્રકારે અમુક અક્ષરો ભેગા થાય તો આ શક્તિ ઉત્પન્ન થાય. માટે જ જ્ઞાની ભગવંતોએ ૬૮ અક્ષરનો સંયોગ કર્યો. નમસ્કાર મહામંત્ર..... જેમ જેમ સૂક્ષ્મમાં જઈએ એમ તાકાત વધે. હવામાં સૂક્ષ્મ મોજાઓથી જ ટી.વી. ચેનલો ચાલે છે ને.
મૂળ વાત, કે અરિહંતાદિના શરણમાં એને હૃદયમાં મુખ્ય સ્થાન આપવાનું. એ જ પ્રધાન. બાકી બધુ ગૌણ. આપણે એનું શરણ સ્વીકારીએ એટલે આપણી બધી ચિંતા એના માથે આવી જાય. આપણી રક્ષા કરવાની જ્વાબદારી અરિહંતની થઈ જાય. પણ શરણ કોનું હોય ? તો કે જે સક્ષમ હોય.
Jain Education International
૫
For Personal & Private Use Only
www.jainelibrary.org