________________
અરિહંતે શરણં પવજ્જામિ :
૪ શરણમાં ૧ લુ શરણ અરિહંતનું સ્વીકારવાનું. શરણ ક્યાં સુધી ? જાવજજીવ, યાવત્ જીવ, જ્યાં સુધી આ શરીરમાં જીવ છે ત્યાં સુધી. ભવોભવ કેમ નહિ ? ભવોભવ શરણ લઈએ ને બીજા ભવમાં અરિહંતને બદલે સામાન્ય દેવ મળે તો લીધેલું શરણ તૂટી જાય માટે ભવોભવ નહિ. આ શરણ ભાવપૂર્વક લેવા અરિહંતોને વિશેષણ પૂર્વક યાદ કરવાનાં.
(૧) પરમતિલોનાદા
નાથ એટલે રક્ષક. અથવા તો યોગ અને ક્ષેમ કરે તે નાથ. પરમાત્માની કૃપાથી જ મોક્ષમાર્ગમાં નવા નવા યોગની પ્રાપ્તિ થાય. પ્રાપ્ત થયેલા યોગોની રક્ષા પણ પરમાત્માનો કૃપાથી
જ થાય.
અરિહંત એ દુર્ગતિમાં પડતા જીવોની રક્ષા કરે. બાહ્ય અને આત્યંતર દુશ્મનો સામે જીવની રક્ષા કરે. વળી, ત્રણે લોકના બધા જીવોની રક્ષા કરનાર અરિહંત છે.
(૨) અણુત્તરવુĪસંમારા
અનુત્તર પુણ્યના સ્વામી છે. દુનિયામાં કોઈનું ન હોય એવા પુણ્યને ધારણ કરનારા છે. ઈન્દ્રોને બોલાવવા ન પડે, દોડી દોડીને આવે. અરે ! હું પહેલો, હું પહેલો એમ કરતા આવે. ભગવાનનો જન્મ થાય ને ૧૪ રાજલોકમાં અજવાળા થઈ જાય, આખું આકાશ દેવતાઓથી ભરાઈ જાય. અસંખ્ય દેવતાઓ મેરૂ પર્વત પર આવી જાય.
ઈન્દ્ર મહારાજા ભગવાનના ઘરે આવે. પ્રભુને તો વંદન
Jain Education International
૧
For Personal & Private Use Only
www.jainelibrary.org