________________
થાય. એ અનુબંધવાળા કર્મો ઉદયમાં આવે એટલે વધુ શુભ ભાવો જાગે ને એ રીતે ધીરે ધીરે મોક્ષમાર્ગમાં આગળ વધાય.
મધુરી શરણાઈ, શરણની.... શુદ્ધ ધર્મની પ્રાપ્તિ માટે પાપકર્મોનો નાશ કરવો પડે. તે માટે તથાભવ્યત્ત્વનો પરિપાક કરવો પડે. એ તથાભવ્યત્વને પરિપકવ કરવા અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મનું શરણ લેવાનું
છે.
જ્યારે બધે લૂંટફાટ ચાલતી હોય. તોફાન જોરમાં હોય. કોમી રમખાણ જેવું ભયંકર વાતાવરણ સર્જાયું હોય ! એ કરતા પણ અહીં રાગ-દ્વેષ અને વિષય-કષાયોથી આત્મામાં કર્મનું ભયંકર વાતાવરણ સર્જાયું છે. અહીં ક્ષણે ક્ષણે જીવ કષાયમાં કપાય છે, વિષયમાં બળે છે... પણ મહત્વનું એ છે કે આ રમખાણમાં પણ જો મીલીટ્રી સાથે હોય તો નિર્ભય બની જોઈએ. આ ભયંકર સંસારમાં બેઠા છીએ. દુર્ગતિનો ભય છે. કર્મના બહુ તોફાન ચાલે છે, મનના પરિણામોના ઠેકાણા નથી, કાયાની પણ પવિત્રતા રહેતી નથી. આવા ભયાનક સંસારમાં ચાર શરણ એમીલીટ્રી છે. તેના વિના ચારે બાજુ ભય છે. હૃદયમાં આ ૪ ને રાખીએ એટલે નિર્ભય બની જઈએ. આ ૪ જ આપણા રક્ષક છે.
દ્રવ્ય સંસાર તો ખરાબ છે પણ ભાવ સંસાર તો એથીયે વધુ ખરાબ છે. સહેજ નિમિત્ત મળે ને અંદર કષાયો ઉથલા મારે. ખરાબ વિચારો એ આત્માની કતલ છે.
પર For Person Private Use Only
Jain Education International
www.jainelibrary.org