________________
મળ્યા ને આજે મળ્યા એમાં એક દા'ડો ઓછો થઈ ગયો. આયુષ્ય એટલું ઘટ્યું તમે એક ક્ષણ પણ આયુષ્યની વધારી શકવાના નથી. પછી કાળરૂપી સિંહ છલાંગ મારીને આવી જશે ત્યારે શોક ન કરશો. પછી ન કહેતા કે મારે તો દેરાસર બંધાવવાની ભાવના છે. સાધર્મિક ભક્તિ કરવાની ઘણી ભાવના છે. પ્રાયશ્ચિત લેવાના રહી ગયા છે. અહીં તો કર્મસત્તા આગળ કંઈ ન ચાલે.. આયુષ્ય પૂરું થાય એટલે ચાલ્યું જ જવું પડે.
જીવ અશરણ છે. એનું કાંઈ ધાર્યું થતું નથી. પછી શા માટે છાતી ફૂલાવીને ચાલો છો ? પુણ્ય ન હોય તો દાટેલી સોનામહોરોના પણ કોલસા થઈ જાશે અહીં શેનું અભિમાન કરવાનું શેના પર મુસ્તાક બનવાનું
સદ્ગતિ દુર્લભ છે. જીવ નિરાધાર છે, અશરણ છે. સગરના ૬૦,૦૦૦ દીકરા, સારા પરિણામથી તીર્થરક્ષા માટે ખાડો ખોધો, ગંગાનું પાણી લાવ્યા ને દેવતા ગુસ્સે થતા બધાને સળગાવી નાખ્યા. આ ૮૦,૦૦૦ માંથી એકેય ન બચ્યા, ભસ્મીભૂત થઈ ગયા. આ તો સારું છે કે તીર્થરક્ષાને માટે ગયા હતા અન્ય કામ માટે ગયા હોત તો શી ગતિ થાય? વળી, કોણિક-ચેડા યુદ્ધમાં ૧ કરોડ, ૬૦ લાખ માણસ યુદ્ધની ભૂમિમાં મર્યા. એક જ દેવલોકમાં ગયો કારણ કે ખૂણામાં બેસીને શરણ, દુષ્કૃતગહ કરી, એનો એક નોકર, તેણે તેના જેવી જ પ્રતિપત્તિ ક્રિયા માત્ર દ્રવ્યથી કરી ને મનુષ્ય થયો. બાકીના બધા તિર્યંચ નરકમાં ગયા. સદ્ગતિ બહુ દુર્લભ છે. આ ચાર ને પકડી લો. ગમે તે સ્થિતિમાં
૫૬.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org