________________
આવું શરણ સ્વીકારીએ તેનું ફળ શું ? બધી આપત્તિઓમાંથી રક્ષણ થાય. જ્યારે સમર્પણ એટલે હૃદયમાં માત્ર એક જ અરિહંતાદિ-૪, બાકી બધાને વોસીરાવી દીધા. મારે માત્ર આ ૪ સાથે જ સંબંધ આ છે સમર્પણ...... એ હજી દૂરની વાત છે પહેલા શરણમાં તો વ્યવસ્થિત સેટ થાઓ.
જેણે અરિહંતાદિ ૪ નું શરણ સ્વીકાર્યું તે જગતમાં નિર્ભય બની ગયા. જેણે આ ચારને હૃદયમાં રાખ્યા તેને બધા ગ્રહો ને શુકનો બધા અનુકૂળ થઈ ગયા. આ ગ્રહો બધા અરિહંતના દાસ છે. એમની સેવા કરનારા છે. આ ચારને અસ્થિમજ્જા કરવાના છે. મારા જીવનમાં આ ચાર જ પ્રધાન છે. આપત્તિ કે કષ્ટ તો આવે કે ન પણ આવે પણ આપણી શ્રદ્ધા મજબૂત જોઈએ.
આ તે શ્રદ્ધા :
એકવાર ફોરેનમાં વરસાદની તકલીફ હતી... વરસાદ આવતો ન હતો.. બધા પ્રાર્થના કરવા ચર્ચમાં ગયા. એક નાની છોકરી છત્રી લઈને ગઈ. લોકો પૂછે કેમ ? કહે- પ્રાર્થના કરશું ને વરસાદ આવશે જ માટે છત્રી જોઈએ ને ? કેવી શ્રદ્ધા ! આવી શ્રદ્ધા જોઈએ. કદાચ ક્યારેક સારુ ન થાય તો પણ તેના ગર્ભમાં સારું જ સમાયેલું હોય છે. ભગવાનનું શરણ લીધા પછી પણ ક્યારેક નુકશાની દેખાય ત્યારે તે પણ કંઈક સારું થવા માટે જ હોય છે એ સમજી રાખજો.
આગળ વાત કરી, તેમાં સગરના ૬૦,૦૦૦ એકી સાથે
Jain Education International
૫૯
For Personal & Private Use Only
www.jainelibrary.org