________________
ભવો કરીને હવે દેવ-ગુરુ મળ્યા છે. હવે પુરુષાર્થ આચરવાનો છે. હવે પાછો ભૂતકાળ રીપીટ ન થાય એનું ધ્યાન રાખવાનું
જીવ અને કર્મનો અનાદિનો સંયોગ :
અહીં અનાદિથી જીવ અને કર્મનો સંયોગ વળગેલો છે. અમુક કાળે બાંધેલુ કર્મ અમુક વખતે ખપી જશે પણ કર્મઆત્માનો સંયોગ અનાદિથી રહેલો છે. કર્મ બદલાયા કરે, એના બંધ ઉદયમાં ફેરફાર થયા કરે પણ એનો સંયોગ-પ્રવાહથી અનાદિનો છે. પૂર્વે બાંધેલા કર્મો હમણાં ભોગવાઈ રહ્યા છે. અને હવે બીજા જે બાંધ્યા છે, બાંધીશું તે ભવિષ્યમાં ભોગવવાના આવશે. આ કર્મના કારણે સંસાર ઊભો છે. સંસારની કોઈ પણ ક્રિયાના ફળરૂપે દુઃખ જ હોય, સંસાર દુઃખના ફળવાળો છે. વર્તમાનમાં દુઃખરૂપ છે. આખા જગતના જીવોનો વિચાર કરો. એક પણ ક્ષણ એવી નહિ હોય કે જ્યારે નારકીમાં અસંખ્ય જીવો નહિ હોય. એ સતત દુઃખો ભોગવે છે. ઘોરાતીઘોર પીડા ભોગવે છે. નિગોદમાં અનંતા જીવો એક જ કાયામાં રહેંસાય છે. આખા જગતના નિગોદ સિવાયના જીવો કરતા સોયના અગ્ર ભાગમાં રહેલા નિગોદના જીવો અનંતગણા છે. તેઓ સતત જન્મ-મરણ કર્યા કરે છે. માત્ર નરક-નિગોદ નહિ, ચારે ગતિમાં દુઃખ છે.
અધ્યવસાયવશ આ જગતના જીવો પાપ બાંધે છે અને એના કારણે પાપના અનુબંધો કરે છે. અને આ પરંપરા અનાદિથી એમનેમ ચાલુ જ છે. પાપ કરવાના અને દુર્ગતિમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org