________________
ખોરાકમાં મન ન જાય માટે. મન જાય તો રાગ-દ્વેષ થાય. એવા ખોરાકમાંથી લોહી બને એવું લોહી આખા શરીરમાં ફરે- એ લોહી મગજમાં જાય ને બધા સેલમાં ભળે એટલે આપણા વિચારો બધા રાગ-દ્વેષથી મલિન બને. કેવી ભવ્ય વિચારધારા! આત્માની કેવી કાળજી !
આત્માની કાળજીને ભૂલાવે તે સંકલેશ. એ સંકલેશમાં આ સૂત્રનો વારંવાર પાઠ કરવાનો. વળી, આ ધર્મક્રિયા પ્રણિધાન પૂર્વક કરવાની.
જ
એક કામ કરો. ધર્મક્રિયા એટલી જ રાખો- ક્વોન્ટીટી વધારવી નથી પણ હવે કવોલિટી સુધારી દો. સામાન્યથી ભગવાનની પૂજા કરો, ચૈત્યવંદન કરીને નીકળી ગયા તો પૂજા થઈ પણ અલ્પ ફળવાળી થઈ. અને એટલા જ સમયમાં સામગ્રીમાં પ્રણિધાનથી કરીએ તો કરોડો ગણું.મૂલ્ય થાય અનંતગણું પુણ્ય બંધાય. અનંતગણા અશુભકર્મોં ખપી જાય. એક કાચા હીરાના ૫૦૦૦/-છે. પણ તેની પાછળ ૫-૨૫ દિવસ મહેનત કરીને, ઘસીને, પહેલ પાડીને વીંટીમાં ડીએ તો ૫ કરોડ થઈ જાય.. એમ ગતાનુગતિક ધર્મક્રિયા કરવા કરતાં પ્રણિધાનપૂર્વક કરવાનો અભ્યાસ કરવો જોઈએ.
પ્રણિધાનથી કરેલી કોઈ પણ ક્રિયા તીવ્ર વિપાકવાળા કર્મ બંધાવે અને વળી અનુબંધવાળા કર્મ બંધાવી આપે. પછી તે પુણ્યકર્મ હોય કે પાપકર્મ. શુભ પ્રણિધાનથી પુણ્યકર્મ બંધાય, અશુભ થી પાપકર્મ.
Jain Education International
४७
For Personal & Private Use Only
www.jainelibrary.org