________________
લાક્ષણિક પ્રણિધાન. અહીં શુભ પ્રણિધાન એટલે શું? . પ્રણિધાનના ત્રણ લક્ષણ બતાવે છે. (૧) વિશુદ્ધ ભાવના સાથે કરવાનો. (૨) જે કરો તે એકાગ્ર થઈને કરવાનું. (૩) યથાશક્તિ ક્રિયાલિંગ
(૧) વિશુદ્ધભાવનાથી કરવાનો. એમાં પાછી સ્વાર્થ ભાવના ન જોઈએ. દાન કરીને નામનાની ઈચ્છા હોય એ વિશુદ્ધ ભાવ નથી. વિશુદ્ધ ભાવમાં સંસારના સુખ, દેવલોકની ઈચ્છા ન હોય, સ્વાર્થી, કલંકિત ભાવનાઓ ન હોય. દુન્વયી ફળની ઈચ્છા ન હોય.
ધર્મકૃત્યોને ઓછામાં વેચી નહિ નાખવાના કરોડોના મૂલ્યના ધમનુષ્ઠાનો થોડા દુન્વયી સાવ તુચ્છ સુખ ખાતર કોણ વેચે? ઘોડો વેચીને ગધેડો ન ખરીદાય. બાળજીવો સંસારની ઈચ્છાથી કરે તો એને પણ ધીરેથી સમજાવીને માર્ગમાં લાવવાના.
ધર્મક્રિયાઓ પ્રણિધાનથી જ કરવાની શુદ્ધપ્રણિધાન એકમાત્ર મોક્ષનું જ હોય... પરંપરાએ મોક્ષ પ્રાપ્તિના સાધનોનું પણ પ્રણિધાન કરી શકાય. પ્રણિધાનવાળુ કાર્ય તીવ્ર રસવાળુ બંધાશે.
જીરણ શેઠજી ભાવના ભાવે રે જીરણ શેઠ રોજ ભગવાનને વિનંતી કરે છે કહે છે, “પ્રભુ! મારા ઘરે વહોરવા પધારો પણ પરમાત્મા ચાર મહિનાના
४८
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org