________________
ચિત્ત એટલે મનના પરિણામ. મનના પરિણામ ખૂબ ઊંચા રાખવાના. સાથે વિત્ત એટલે આપવાની વસ્તુ એ પણ યથાશક્તિ ઊંચામાં ઊંચી જોઈએ. અને પાત્ર- શાલિભદ્ર સાધુને ખીર વહોરાવી એના બદલે કોઈ સંન્યાસીને વહોરાવત તો આ ફળ ન મળે. પાત્ર ઊંચામાં ઊંચુ દેવ-ગુરૂનું મળ્યું છે. એમાં ચિત્ત અને વિત્ત જેટલા જોડીએ એટલું ફળ મળે.
બે પાડોશી હોય ને એક સામાન્ય દ્રવ્યોથી ભગવાનની અષ્ટપ્રકારી પૂજા કરે ને બીજો જૈનેતર ઊંચામાં ઊંચી સામગ્રીથી, ઊંચામાં ઊંચા ભાવોથી એના દેવની સેવા કરે તો કોને કેટલું ફળ? અરે! જેનેતરને જેન કરતા અનંતમા ભાગનું પણ ફળ ન મળે. કારણ અહીં પાત્ર ખૂબ ઊંચું છે. બે વ્યક્તિઓ પોતપોતાના શેઠની ખૂબ જબરજસ્ત સેવા કરે. એક શેઠ સાધારણ છે ને બીજા અબજોપતિ છે. હવે જો સાધારણ શેઠ રીઝે તો આપી આપીને શું આપી શકે? બહુ બહુ તો ૧૦૦૦/ - રૂા. ના પગારના રૂ. ૧૫૦૦/- કરે. જ્યારે અબજોપતિ શેઠ રીઝે તો દિવસના રૂ. ૧૫૦૦૦/- કરી નાંખે. એમ અન્ય દેવદેવી જે પોતે જ અપૂર્ણ છે, અસર્વજ્ઞ છે, સરાગી છે તેમની ગમે તેટલી પણ ઉંચી ભક્તિ શું આપી શકે? હા, થોડું ઘણું ફળ મળે પણ વીતરાગની થોડી પણ ભક્તિ અનંતગણુ ફળ આપનારી બને.
પુરૂષાર્થ માટે વીઆંતરાય કર્મનો ક્ષયોપશમ જોઈએ. શક્તિથી ઓછું કરીએ તો વીર્યંતરાય બંધાય. પછી શક્તિ ન મળે. શક્તિ કરતાં થોડું અધિક કરવાનું જેટલું
૩૧ For Personal Private Use Only
Jain Education International
www.jainelibrary.org