________________
કાળ અને કર્મ એ ચારે એ લીલી ઝંડી આપી. અત્યાર સુધી આપણે એમના હાથમાં રમવાનું હતું. પણ હવે બાજી આપણા હાથમાં છે. મહત્વનો જે પુરૂષાર્થ છે તે હવે આદરવાનો છે. મહાપુરૂષોની જેમ જોરદાર પરાક્રમ ફોરવવાના. સામ સામેના યુદ્ધમાં સેનિક સહેજ પણ આડા-અવળો જાય ખરો? આડોઅવળો તો ન જાય પણ જેટલી શક્તિ હોય તે બધી ફોરવીને પુરૂષાર્થ કરે.
ક્રિકેટ મેચથી સંસાર લાભઃ આજે આ મેચો રમાય છે, જેવાય છે એનું ફળ શું? મેચ એ શું છે? એક પ્રકારનું કૌતુક જ ને? કોણ હારે? કોણ જીતે એ જોવાનું ગમે, ઈચ્છાઓ જાગે. એજ ઈચ્છાઓનું આગળ રૂપાંતર થાય. - બે કુકડા લડાવે. લોહીલુહાણ થાય ત્યાં સુધી લડે એ જોવાનું એ પણ કૌતુક. પછી મલ્લકુસ્તી જોવાનું કૌતુક જાગે. અરબસ્તાનમાં આબ ઊંટની પૂછડીએ બાળકને બાંધે ને ઊંટને દોડાવે. છોકરો ઘસડાય. ધૂળના ટેફા, પથરા વાગે ને જે ચીસો પાડે એ જોઈને આરબોને મજા આવે. એ પણ કૌતુકનું ફળ.
એમ પરમાધામી, એ તો અસુર નિકાચના દેવતાઓ છે. તેમને નારકો જોડે કોઈ દુશ્મનાવટ નથી. પણ આ કૌતુકના સંસ્કારોથી નારકીમાં આવે ને જીવોને દુઃખો આપે. ઉકળતા પાણીમાં નાખે ને નારકો ચીસો પાડે એટલે મજા આવે. આજની રમાતી મેચોમાં આવા કૌતુક જોવાનું બીજ પડે છે.
૨૩ For Pelser Private Use Only
Jain Education International
www.jainelibrary.org