________________
નિગ્રહપૂર્વક કરવો અને (૩) સંસારની ઈચ્છાઓ, ફળની આશંસા રહિત કરવો. - તિર્થંકર ભગવંતે ધર્મ આચરવા રાજ-પાટ, સુખ સમૃદ્ધિ, ભોગ-બદ્ધિ બધું છોડયું. અને આપણાથી ધર્મ કરીને સંસારના સુખની ઈચ્છા કેવી રીતે કરાય? કોઈ બાળ જીવો હોય ને સંસારની ઈચ્છાથી ધર્મ આચરતા હોય તો તેને પણ ધીરે ધીરે સમજાવીને માર્ગમાં લાવવાના.
કોઈ પૂછે કે ધર્મ શેને માટે કરવાનો? તો જવાબ એજ કે ધર્મ મોક્ષ માટે જ કરવાનો પણ કોઈ સંસારના જીવો એના સંસારની તકલીફ ઉકેલવાનું પૂછે તો શું કહેવું? એવા કોઈ દુઃખી માણસ હોય તો એને એમ કહેવાય કે તારા રોગ, દુઃખા ધર્મથી દૂર થશે માટે ધર્મ કર. - સંજ્ઞાઓ તોડવી, ઈચ્છા વિરોધ કરવો એ બહુ અઘરી વાત છે. સંસારમાં રાચતા જીવ માટે એ ખૂબ કઠણ છે. એ તો ધીરે ધીરે સાંસારીક આશંસાથી ધર્મ કરતા કરતા આગળ જતા સમજણ વધતા શુદ્ધ ધર્મમાં આવે છે.
" કર્મવશ આપણે પાપમાં બેઠા હોઈએ ત્યારે પણ તે હેરા લાગવું જોઈએ, બાકી કરવા જેવો તો ધર્મ જ છે. આ તો કમનસીબી છે કે પાપ આચરવું પડે છે.
કૃષ્ણ મહારાજા બધી દીકરીને બોલાવીને પૂછે છે કે શું થવું છે, દાસી કે રાણી? બધા કહે રાણી થવું છે.તો કહે, રાણી થવું હોય તો શ્રી નેમનાથ ભગવાન પાસે જાઓ અને ચારિત્ર
૩૯ For Personal & Private Use Only
(૩૯)
Jain Education International
www.jainelibrary.org