________________
સ્થિતિ જેહ સેવે સદા. આ ૩ લક્ષણો ઉપાધ્યાયજી મહારાજે બતાવ્યા. આનું પાલન કરતા કરતા સમક્તિમાં આવીએ એટલે દેવ-ગુરુ ધર્મ પર શ્રદ્ધા-આદર ભક્તિ-બહુમાન આવે. આગળ વધતાં સ્થૂળ પચ્ચક્ખાણ આવે. થોડી ક્રિયાઓ જીવનમાં આવે એ દેશવિરતિ. આ દેશવિરતિ એ સર્વવિરતિનું કારણ છે. પૂર્વાભ્યાસ છે. શ્રાવક ધર્મ સારામાં સારો પાળવાનો, હ્રદયથી પાળવાનો ૩ ટાઈમ દેવવંદન, ૨ ટાઈમ પ્રતિક્રમણ, એકાસણાદિ તપત્યાગ, પતિથિની આરાધના, સ્વાધ્યાય, વૈયાવચ્ચ કરવાના. અને એમ કરતા કરતા સાધુ ધર્મમાં આવવાનું, ભગવાનના વચનના નિરતિચાર પાલન અને ગુરુની વૈયાવચ્ચ પૂર્વક સંયમની આરાધના કરતા કરતા કેવળજ્ઞાન સુધી પહોંચવાનું છે.
પૂર્વમુનિઓની કેવી સાધના !
શુદ્ધ ધર્મની પ્રાપ્તિ એ પાપ કર્મની મંદતાથી થાય છે અને પાપ કર્મની મંદતા માટે તથા ભવ્યત્વનો પરિપાક કરવો જરૂરી છે. આ બધા દુઃખનો ઉચ્છેદ કરવા શુદ્ધ ધર્મ જોઈએ. ધન્ના, શાલીભદ્ર, મેઘકુમાર જેવા મહાત્માઓની જેમ શુદ્ધ ધર્મ આરાધવો પડશે. ધન્ના કાદીએ કેવો આરાધ્યો? દીક્ષા વખતે અભિગ્રહછઠ્ઠના પારણે છઠ્ઠ. પારણે વળી આંબેલ. આંબેલમાં પણ કેવો ખોરાક? લોકોના ઘરે બધું જમવાનું પતી જાય પછી વહોરવા જાય. શું મળે ? તપેલીમાં ચોંટેલુ, વધેલુ ઘટેલું, બળેલું મળે. શાસ્ત્રમાં લખ્યું કે માખી પણ વંછે નહિ એવો ખોરાક આયંબિલમાં લેતા. આ શરીરને મેં સારૂં સારૂં ખાવાનું આપ્યું ને એણે મને બહુ રખડાવ્યો. હવે એને સૂકો, ઠંડો, માખી પણ ન બેસે એવો
Jain Education International
૪૩
For Personal Private Use Only
www.jainelibrary.org