________________
ભર ઉનાળે હળ ખેંચવાના અને જ્યારે રસ-કસ નીકળી જાય ત્યારે અંતે કતલખાનામાં જઈને કપાવાનું વળી આ પીડામાં આત ધ્યાન હોય. રોદ્ર ધ્યાન આવી જાય તો નરકમાં જતા રહીએ. એક માત્ર ભગવાન આશરો છે, સહારો છે.
ભગવાને એકદમ શરણાગત થઈ જવાનું. તમે કહેશો તેમ આરાધના કરીશ, સંયમ પાળીશ પણ મારે દુર્ગતિઓમાં નથી જવું. ત્રાસી ગયો છું. હવે એક દિવસ પણ મારે આ દુઃખા નથી ભોગવવા. ભગવાનને બાળક બનીને વળગી પડવાનું. કલિકાલસર્વજ્ઞ વીતરાગસ્તોત્રમાં ભગવાનને કહે છે કે, “જ્યાં સુધી તમે મને મોક્ષમાં નહિ પહોંચાડો ત્યાં સુધી તમારૂ શરણું છોડીશ નહિ અને તમે પણ મને છોડશો નહિ.”
ईह खलु अणाईजीवे આ સંસારમાં જીવ ખરેખર અનાદિનો છે. અનાદિથી નિગોદમાં જન્મ-મરણ કર્યા. અનંતકાળ પછી એક જીવ મોક્ષમાં ગયો ને અનંતા જીવોમાંથી ભવિતવ્યતાના યોગે આપણો નંબર લાગ્યો અને પછી મહાભયંકર એવો અચરમાવર્તનો કાળ પ્રસાર કર્યો. એક નરક ધ્રુજારી છોડાવી દે તો અહીં તો અનંતીવાર નરકમાં. અચરમાવર્તનો કાળ ત્રાસ કરાવી દે, તેવો છે. ગમે તેટલા માર પડે તો પણ ધર્મ સૂઝે નહિ. પાપની જ વૃત્તિ. એટલા તીવ્ર રાગ-દ્વેષ કે પાપમાંથી છૂટે જ નહિ. ચરમાવતમાં પણ પુણ્ય ન જાગે ત્યાં સુધી સારૂ કુળ ન મળે. આફ્રિકામાં જન્મ્યા હોત તો રસ્તા વચ્ચે ગાયને કાપીને તેનું લોહી પીતા માણસો જોવા મળત. અનાર્ય દેશનો મનુષ્યભવ પણ ન ફળે, સારા
(૨૯)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org