________________
પ્રવૃત્તિ દુઃખને ઉત્પન્ન કરનારી છે. તીવ્ર રસપૂર્વક કર્મો બાંધ્યા હોય તો આ ભવમાં જ ફળ ભોગવવું પડે એમ પણ બને. અનીતિ કરીને, લોકોને લૂંટીને ધન ભેગું કર્યું હોય ને છેલ્લી અવસ્થામાં કેન્સર થઈ જાય, લકવો થઈ જાય. મોટા મોટા મહારથીઓ આપણને બહારથી સારા દેખાય પણ અંદરથી તો. ઊંઘ ચ ન આવે. સત્તર સો ચિંતા માથે હોય. કોઈ સુખી નથી. વર્તમાનમાં તો દુઃખ, પણ પરિણામે પણ દુઃખ અને દુઃખની પરંપરા પાછી ઊભી. આ દુઃખ એક-બે ભવોમાં છૂટી જતું નથી.
જુઓ ગોશાળાને ગો-શાળાએ ભગવાન મહાવીર પર તેજલેશ્યા મૂકી, પાછળથી પશ્ચાતાપ થયો એટલે સ્વર્ગ મળ્યું. પછી રાજા થશે.
ત્યાં પણ સાધુને હેરાન કરશે. એટલે સાધુ તેજલેશ્યાથી તેને બાળી નાખશે પછીના ભવોની પરંપરા જુઓ ! દરેક ભવોમાં ત્રાસ. વાયુકારમાં જાય ને અગ્નિમાં હોમાય, પાણીમાં જાય ને ઉકળવું પડે. ઝાડ પર પાંદડા તરીકે હોય ને સળગવું પડે. સાતે નરકમાં બે વાર જવું પડ્યું. આગળના ભાવોમાં પાપ કરીને આવ્યા હોય તેની પરંપરા ચાલે. એકાદવારમાં છૂટાય નહિ. ભગવાન ન મળ્યા ત્યાં સુધી બહુ દુઃખો ભોગવ્યા. એક એક નારકાવાસમાં જઈ આવ્યા. કતલખાનામાં એક ઢોરને કપાતો જોઈએ ને થથરી જઈએ. આવી તો અસંખ્ય વાર આપણે કપાયા. . ભગવાન અને ગુરૂનો કેટલો ઉપકાર કે આવા ભવોમાંથી બચાવ્યા. ઢોરના ભવની કલ્પના તો કરો જન્મવાનું, ઉછરવાનું શરીર બનાવવાનું, આખી જીંદગી ખેડૂતની મજૂરી કરવાની,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org