________________
દેવગુરુ ન મળે ધર્મ પણ ઉંઘો મળે ધર્મના નામે જ પાપો કરીને દુર્ગતિમાં જવાનું. આજે પણ જીવતા માણસોને સળગાવે જ છે ને ? પેટ્રોલ છાંટીને અગ્નિ ચાંપી દે. આ અનાદિનો ભયંકર સંસાર ચાલ્યો આવે છે.
લાલ બહાદુર શાસ્ત્રી - ભૂતપૂર્વ વડાપ્રધાન. બહુ સારા વ્યક્તિ, ખૂબ ઊંચું - પ્રામાણિક જીવન. એક વાર કોઈ પ્રસંગે સાડી ખરીદવા ગયા. દુકાનમાં પેઠા ને દુકાનદાર આભો બની ગયો. વડાપ્રધાન મારી દુકાને પધાર્યા! તેણે તો સાડીઓ ભારે કિંમત વાળી બતાવવા માંડી. ૧૦૦૦/-, ૧૫૦૦/-... વાળી બતાવી એટલે શાસ્ત્રીજીએ કહ્યું કે, મારે એ ન ચાલે. દુકાનદાર કહે તમારી પાસેથી ક્યાં પૈસા લેવાના છે. શાસ્ત્રીજી કહે એમને એમ ન લેવાય. ને પછી એમણે પોતાની જરૂરિયાત મુજબ સાદી સાડી ખરીદી. આવા પ્રમાણિક વ્યક્તિને પણ ઉચ્ચ દેવગુર તો કર્મે ન જ આપ્યા, જે તમને આપ્યા. કદાચ ભવાંતરમાં એ પામે પણ ખરા !
કહેવાનો મતલબ એ કે આ કર્મે સામે ચાલીને તમને બધું હાજર કરી આપ્યું. માએ શીરો બનાવીને કોળીયો મોઢામાં પણ મૂકી આપ્યો પણ નીચે તો આપણે જ ઉતારવો પડે. હવે પુરૂષાર્થનો વિષય છે. અચરમાવતમાં પુરૂષાર્થ કર્યો પણ ઊંધો એટલે વધુ દુઃખ ભોગવ્યા. હવે સામગ્રી મળ્યા પછી પુરૂષાર્થ નહિ કરીએ તો કર્મસત્તા સામગ્રી ઝૂંટવી લેશે.
ચિત્ત-વિત્ત અને પાત્રા આ ૩ વસ્તુ ભેગી થાય એના આધાર પર ફળ મળે.
-
(૩૦)
૩૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org