________________
દોહીલો માનવભવ લાધ્યો...
આપણો અનાદિનો આખો ઈતિહાસ જેને ખ્યાલમાં આવી જાય તે સામાન્યથી જલદી આગળ વધે. ચરમાવર્તનો મનુષ્યભવ કેટલા કષ્ટો વેઠયા પછી મળ્યો. આપણા ભૂતકાળની આખી ફિલ્મ બનાવવી જોઈએ. પહેલા સૂક્ષ્મ નિગોદ, પછી બાદર નિગોદ, પછી પૃથ્વીકાયમાં પથ્થર, માટી, સોના, ચાંદીમાં પછી અપકાયમાં સરોવરમાં તળાવમાં, સમુદ્રમાં, અગ્નિકાયમાં, વાયુકાયમાં આવ્યા. વનસ્પતિકાયમાં ફળ તરીકે આવ્યા. લોકો કાપે, ભેદે, છેદે. વાયુકાયમાં પવન તરીકે હોઈએ ને કોઈ કુંક મારે તો અગ્નિમાં હોમાઈ જવાનું. કીડી તરીકે ચાલતા હોઈએ ને કોઈના પગ તળે કચડાઈ જવાનું. વાંદા-મંકોડા-માંકડ તરીકે હોઈએ ને કોઈ ઝેરી દવાઓ છાંટીને મારી નાંખે. કેટકેટલું વેઠયા પછી આ મનુષ્યભવ મળ્યો. તે પણ ઘણાયને મળ્યો છતાં સામગ્રી ન મળી. જૈનકુળમાં જન્મ ન મળે. મમ્મીની કોઈ જૈનેતર બહેનપણી હોય. બંને સાથે હર્યા-ફર્યા-ઉછર્યા હોય પણ જો જન્મમાં સહેજ ફેરફાર થઈ જાય તો ક્યાં શ્રાવિકાનું કુળ ને ક્યાં અન્ય. પુણ્યકર્મ કો'ક ઉદયમાં આવ્યું ને જૈન ધર્મ
મળ્યો.
દોષ સેવનમાં કૃપણ બનવાનું
અત્યારે પુરૂષાર્થ પ્રધાન છે. અચરમાવર્ત કાળમાં આપણું કંઈ ન ચાલી શકે. જ્યારે હવે ધારીએ તો પુરૂષાર્થ કરીને કર્મોને નિષ્ફળ કરી શકીયે. ચરમાવર્તમાં આવ્યા પછી અને
Jain Education International
૨૫
For Personal & Private Use Only
www.jainelibrary.org