________________
જવાનું-આ બે જ ધંધા આ જીવે કર્યા છે. અચરમાવતમાં રાગ-દ્વેષ કરીને પાપો બાંધવાના ને તેના ઉદયે રાગ-દ્વેષ કરવાના. આ પરંપરા ભવોભવ ચાલે. દરેક પાપ આપણે કર્યા અને દરેક દુઃખ આપણે ભોગવ્યા. આ દુનિયાનો ભયંકર ગુંડો, પાપી, એ જે પાપ કરે છે તેના કરતા અનંતગુણા પાપો આપણે કર્યા છે. આમ વિચારવાથી પાપી પર ખરાબ ભાવ નહિ આવે. કરૂણા આવશે, કદાચ તે નહિ આવે તો માધ્યસ્થ ભાવના જાગશે પણ દ્વેષ નહિ થાય.
અથપત્તિથી સમજીએ : કેટલીક વાત અથપત્તિથી સમજવાની હોય છે. શાસ્ત્રકાર કહે છે કે એક પણ દુઃખ એવું નથી કે જે જીવે ન ભોગવ્યું હોય. આ દુખ આવે પાપથી. શાસ્ત્ર કહે છે કે એક પણ એવી યોનિ નથી, જીવનો ભેદ નથી કે જેમાં આપણે ઉત્પન્ન થયા ન હોઈએ. કુદરત એકદમ વ્યવસ્થિત ચાલે છે. તમારા અશુભ કર્મનો ઉદય ન હોય તો કંઈ ન થાય. એટલે આપણે એવા પાપો ભૂતકાળમાં કર્યા જ છે. એવા પાપો બાંધ્યા જ છે કે જેના આધારે નરકાદિના ઘોર દુઃખો આપણે ભોગવ્યા. આ કર્મની ગતિ અકળ છે. અને તેમાંથી છુટવા જ જિનેશ્વર દેવોએ જિનશાસનની સ્થાપના કરી છે.
જેમ માંદા માણસની ચિકિત્સા માટે હોસ્પિટલ હોય, તેમાં નિદાન થાય... પછી ઔષધ અપાય. સારવાર થાય અને એ રીતે તે સાજો થાય. તેમ આ આત્મા માંદો છે, કર્મનો રોગી છે.
૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org