________________
કોઈ પણ જાતને સમય લીધા સિવાય શીઘ્ર કવિતા બનાવી શક્વાની તેઓની શક્તિએ તેઓનું સ્થાન સમાજમાં ઉંચે ચઢાવ્યું છે. આ તેમની શક્તિની કદર કરે તે જેન હજુ શોધ જ રહ્યો છેઆમ છતાં કદર અને બદલાની લાલસા સિવાય જ જેને કર્તવ્યને પંથ નક્કી કરી એ રસ્તે આગળ ચાલવું છે તેને ઉત્સાહ સદાય એક સરખે જ રહે છે.
આ પુસ્તકનું નામ તેની અંદરના વિષયોને ખ્યાલ આપી શકે છે. ભારત ભૂમિની ઈજજતના હાર્દરૂપ મેવાડને અને તે મેવાડનું નામ અને ટેક ટકાવી રાખનાર રાણા પ્રતાપને કર્યો ઈતિહાસકાર ભૂલી શકે તેમ છે ? પરંતુ આ ટેકના નિભાવ પાછળ, આ ટેકીલાઓને પ્રાણ, પ્રેરણા અને પુરૂષાર્થ આપનાર ઘણએ વ્યક્તિઓને ઈતિહાસ ઢંકાએ પડે છે. આ વ્યક્તિઓમાંની મેટે ભાગની જૈન જ હતી જે તેઓના જીવનની સહેજ પણ ઝાંખી થાય તેમાંથી પ્રેરણા મેળવવાના પ્રયાસ પુસ્તક દ્વારા શ્રી ભેગીલાલભાઈએ સફળતાપૂર્વક કર્યો છે. આવાં પુસ્તક બનાવતાં કે અને કેટલે ખર્ચા, કેવી અને કેટલી મુશ્કેલીઓ તેમજ પાધિનતાએ સગવવી પડતી હશે તેને ખ્યાલ તો આવાં કાર્ય હાથ ધરનારને જ આવી શકે. આ અને આવાં પુસ્તકને પાત્ર વાંચવા ખાતર જ નહી પરંતુ આપણા સમાજ પ્રત્યેની ફરજ ખાતર પણ ઉપાડી લેવાં જોઈએપ્રત્યેક સંસ્થા, લાયબ્રેરી અને ઘરમાં વસાવી લેવા જોઈએ એમ મારું માનવું છે.
તા. ૫-૫–૧૯૪૦
મુંબઈ
ચીમનલાલ વાડીલાલ શાહ તંત્રી શ્રી ‘જૈન બન્યું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com