________________
દેખરેખને જે પિતે સંભાળી લીધું અને ત્યાંના ખેતીવાડી એસેસિએશનના તમામ સારાસારા મેમ્બરને પિતાની શક્તિ વડે દરેકને પ્રેમ છતી પોતાના કરી લીધા હતા. પિતાના મીલનસાર સ્વભાવથી દરેક વહેપારી તેઓના પ્રત્યે ઘણાં જ પ્રેમથી અને આદરથી ચહાતા હતા.
આટલી નાની ઉમરમાં ભાઈ પ્રફુલચંદ્રવહેપારી તરીકે બહોળો અનુભવ મેળવવામાં ફેડમંદ થયા અને તેમના પિતા બબલચંદભાઈ પણ મનમાં સંતેષ પામ્યા અને પોતાને વિશ્વાસ આવ્યો કે ભવિષ્યમાં મારી તમામ વહેપારની જવાબદારી ઉપાડી લેશે. તેઓશ્રીનું લગ્ન પણ અમદાવાદના જાણીતા સુપ્રસિદ્ધ વહેપારી તેમજ જૈન સમાજમાં પ્રખર આગેવાન તરીકે ગણાતા. શેઠ ભગુભાઈ ચુનીલાલ (સુતરીયા)ના સુપુત્ર રા. રા. ભાઈ સુરજમલભાઈના સુપુત્રી નીરૂપમાં બહેન સાથે સં. ૨૦૦૧ ના મહા વદી ૫ ના તા. ૨-૨-૪૫ ના શુક્રવારના રોજ ઘણુજ સારા ઠાઠથી કરવામાં આવ્યાં હતાં અને તે બન્ને દંપતિયુગળ રામ સિતાની માફક પ્રતિજ્ઞા પાલક હતા. (નરૂપમા બહેને પણ સારી કેળવણું લીધી હતી.)
પણ ભાવીની ભીતરમાં શું શું છુપાયું છે તેની ઘટના તે કઈ જ્ઞાની હોય તે જ જાણી શકે. ભાઈ પ્રફુલચંદ્રને અચાનક ભયંકર માંદગી આવી અને તે માંદગી જીવસટોસટની હતી તેથી યમરાજે પણ પોતાના નિષ્ફર સ્વભાવથી ભાઈ પ્રફૂલચંદ્રને જીવન દીપક સંવત ૨૦૦૨ ન. ફાગણ સુદ ૫ તા. ૮ માર્ચ ૧૯૪૬ શુક્રવારના રોજ બુઝાવી નાંખ્યો અને આ લોક છેડી પરલેકના અમર કામમાં તેને આત્મા ચાલે ગયે. અને તેઓની આશા ભરી ધર્મપત્ની નીરૂપમાને તેમજ તેમના માતા પિતા તેમજ સ્વજન અને મિત્રમંડળને રડતા મુકી ગયા અને પિતાના ટુંક જીવનની સુવાસના સુંદર સંભારણું આપતા ગયા.
પ્રભુ એ પવિત્ર આત્માને હંમેશાં શાન્તી આપે એ પછી ટૂંક સમયમાં હેનનીરૂપમાએ એક પુત્રને જન્મ આપ્યો તે પણ માતાની પ્રેમભરી ગાદને ત્યાગ કરી પિતાના પંથે તા. ૨૨ મી અગસ્ટના રોજ આ લોક છડી પરલેક સિધાવી ગયે અને પિતાની આશાભરી માતાને તેમજ તેના વડીલોને હંમેશના માટે વિલાપ કરતાં મુકી ગય કર્મની શું વિચિત્રતા છે.
પરમાત્મા તેના આત્માને પણ શાન્તી અર્પે.
ભેગીલાલ કવિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com