________________
ઈતિહાસની પ્રણાલિકા
શેઠ ચીમનલાલ વાડીલાલ શાહ, મુંબઈ ભારતભૂમિના પ્રાચીન ગૌરવમાં જેનો હિસ્સો નાનાસને નહોત– આજના ઈતિહાસ તરીકે ઓળખાતાં અને ગોઠવાતાં અનેક પુસ્તકો છતાં આ વાતને-હકીક્તને જોઈએ તે ન્યાય મળ્યો નથી આમ છતાં તે તરફ આપણી દષ્ટિ ગઈ નથી તે આપણું શરમને નહી તે દીલગીરીને વિષય તે અવશ્ય લેખાય.
જૈનધર્મના ઉમદા સિદ્ધાંતેમાં ઉપદેશાયેલ ત્યાગે શૌર્ય વીરતા પુરૂષાર્થ અને દાન સાથે વિવેકની મૂર્તિ સમી અનેક વ્યક્તિઓ આ પવિત્ર ભારતભૂમિ ઉપર જન્મ લઈ પોતાનું જીવન માત્ર જ નહિ પરંતુ દેશનું જીવન ઉજાળી ગઈ છે. પિતાની કરોડો-અબજોની મિલકતને દેશદાઝના યજ્ઞમાં ઉદારતા દાખવવાની દષ્ટિએ-મોટા ગણાવવાની દષ્ટિએ નહી પરંતુ માત્ર ધર્મ સમજી, ફરજ સમજી હેમી દેનાર ભામાશા, દેશની ઈજજત-ટેક અને ગૌરવ સાચવવા માટે પ્રાણનેજીવનને મુઠ્ઠીમાં લઈ ઘુમનાર દયાલ શાહ; અને અન્ય મહારથીઓનાં જીવનો હજુ આપણાથી–આપણા સમાજથી અપરિચિત જ રહ્યાં છે.
માત્ર પુરુષે જ શા માટે ધર્મપાલનમાં સ્ત્રીઓ પણ કયાં પાછળ રહી છે? વિરાગના પાટીદે જેવી સ્ત્રીઓનાં જીવન ચરિત્રે આજની પ્રજામાં ફરતાં કરવામાં આવે તે કેણ કહી શકશે કે જૈન ધર્મ કાયરને ધર્મ છે ?
આ બધાં જૈન રનેને પરિચય કરાવે એટલે એક રીતે તે જૈન ધર્મને પુનરૂદ્ધાર કરવાનો પ્રયત્ન જ લેખાય આવાં પરિચય આપતાં પુસ્તક જે આજે ધર્મથી સાચા ધર્મથી વિમુખ બનતાં આપણું ધમભાઈઓને ઉપદેશાત્મક જ નહી પરંતુ પ્રેરણાદાયી નીવડી શકે. પરંતુ આ દિશા તરફ આપણું કમભાગ્યે આપણે કોઈ પણ સંસ્થાએ બહુ જ ઓછું લક્ષ આપ્યું જણાય છે.
આવા સમયે પિતાનાં પરિમિત સાધન સહિત શ્રીયુત કવિ ભેગીલાલભાઈ આ દિશાએ દષ્ટિ દેડાવે છે, તે ખરેખર આશા, આનંદ અને સંતેષને વિષય લેખાય. રાજકવિ શ્રી ભેગીલાલભાઈને પરિચય ન સમાજને આજે છેલ્લા બે દશકા કરતાં વધુ સમયથી છે. તેઓની ધર્મ પ્રત્યેની લાગણ, અનેક જાહેર સંસ્થાઓ પ્રત્યેની મમતા અને સેવા ઉપરાંત પ્રત્યેય હાથ ધરવામાં આવતાં વિષયમાં ઓતપ્રોત થઈ જવાની ધગશ જાણીતી જ છે. પ્રસંગને અનુરૂપ કાવ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com