________________
: ૮ :
ત્યાં યજ્ઞ થયેલ. હાડકાં અને માંસ ચારે બાજુ વિખરાયેલ પડયાં હતાં. યજ્ઞમાં સેંકડે જાનવરે માર્યા ગયાં હતાં. માણસની આ કેવી નિર્દયતા છે! બીચારા નિરપરાધ પશુઓની તે હત્યા કરે છે અને ફક્ત સ્વાદને માટે હત્યા કરે છે. દેશમાં અનાજની કમી નથી. હવે તે કૃષિકાર્ય એટલું વધી ગયું છે કે અનાજની કમી પડી જ શકતી નથી, છતાં માણસ જીભને માટે કેવી હત્યા કરે છે ! અને વધારે દુઃખની વાત એ છે કે આ હત્યાઓને તે પા૫ સમજતો નથી. એને ધર્મનું રૂપ આપે છે. કે ભયંકર દંભ છે? કેવું મેટું મિથ્યાત્વ છે? સમજું છું કે અસંયમ કરતાં પણ મિથ્યાત્વ ધર્મને મોટો દુશ્મન છે. અસંયમીને અસંયમ છુપાઈ જવા માટે આડ મેળવી શકતો નથી, જ્યારે મિથ્યાત્વીને અસંયમ છુપાઈ જવા માટે ધર્મના પણ નામની એાથ મેળવી લે છે. એથી એને હટાવવાનું કાર્ય અતિકઠિન બની જાય છે.
મેં એઓમાંના એક જણને પૂછયું તમે લોકે ધર્મના નામ પર આવાં મુંગા પ્રાણુઓની હત્યા શા માટે કરો છે? તમને તમારી આ નિર્દયતા માટે શરમ નથી આવતી ? ત્યારે એણે નિર્લજજપણે જવાબ આપે કે એમાં નિર્દયતા શું છે? અમે તે એક પ્રકારે દયા કરીને જ પશુઓનું યજ્ઞમાં બલિદાન કરીએ છીએ. બલિદાનથી તેઓ પશુપેનિથી છૂટી જાય છે અને સ્વર્ગે ચાલ્યા જાય છે. અહીં તેઓ ઘાસ ખાય છે અને આ રીતે મરીને ત્યાં પહોંચી અમૃત પીએ છે. યજ્ઞમાં મરવા સિવાય બીજું કયું કલ્યાણ એમનું શક્ય છે?
એની આ દંપૂર્ણ નિર્લજજતા યા પૂરતા પર અને આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com