________________
: ૬૮: તેઓ એ સમજીને અત્યન્ત વ્યાકુલ થઈ જાય છે કે નિષ્કમણના પ્રસ્તાવની જ આ બધી ભૂમિકા છે.
હું ઝટકે મારીને જવા નથી ચાહતે. હું તે ચાહું છું કે તેઓ કઈને કઈ પ્રકારે આ અપ્રિય સત્યને સમજે. જગત્કલ્યાણને માટે મારે જે માર્ગે આગળ વધવાની જરૂર છે તે માર્ગ પર તેઓ સ્વયં તે જઈ શકતાં નથી, ખાસ કરીને હમણું તે નથી જઈ શકતાં, પણ મને અનુમતિ આપીને જગત્કલ્યાણ કરાવવાનું પુણ્ય લઈ શકે છે. એમને આ ત્યાગ સહર્ષ હોય યા વિચારપૂર્વક હોય તે મને તે સન્તોષ રહેશે જ, સાથે જ એમનું જીવન પણ વિકસિત થશે. અગર એમની ઈરછા વિના હું એમને છોડીને ચાલી નિકળું તો એમાં એમને ત્યાગ નહિ હશે, એમાં એમને લુંટાઈ જવાનું હશે, એ તે એક પ્રકારનું વૈધવ્ય હશે. મને સ્વેચ્છાથી અનુમતિ આપીને તેઓ મહાસતી બની શકે છે, ત્યાગમૂર્તિ બની શકે છે, આધ્યાત્મિક દ્રષ્ટિથી પરમ સૌભાગ્યવતી બની શકે છે. પણ આ બને કેવી રીતે? જ્યાં સુધી મારી વાત વિવેકપૂર્વક એમને ગળે ન ઊતરી જાય ત્યાં સુધી ઠેકીપીટીને વૈદ્યરાજ બનાવવાથી શું થવાનું? પાછલા કેટલાક દિવસથી હું આમ ઘણું મુંઝવણમાં પડ્યો છું.
૧૬ દેવીની અનુમતિ કેટલાક દિવસથી જે મુંઝવણ હતી તે અકસ્માત જ આજ મટી ગઈ. આજ ભેજન કરીને હું મારા ઓરડામાં બેઠે હતે; દેવી પણ મારા ઓરડામાં આવ્યાં હતાં. અહીં–તહીંની ચર્ચા ચાલી રહી હતી, પણ નિષ્ક્રમણની અનુમતિ માંગવા જેવી કેઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com