________________
: ૮૩ : ક્ષણભર હું સ્તબ્ધ રહે, પછી ભાભીને કહ્યું હવે જાઉં છું ભાભી ! સાહસ એક કરવાનું કામ તમને સેંપી જાઉં છું. આશા છે કે એને માટે હિસ્સે તમે દેવીને પ્રદાન કરશે.
હું પ્રાસાદથી બહાર નિકળ્યો. મને દેખતાં જ હજારે કઠે ચિલ્લાયા–“વર્ધમાનકુમારની જય !” હું શિબિકામાં બેઠે. હજારે આદમી આગળ અને હજારે આદમી પાછળ ચાલી રહ્યા હતા. ગવાક્ષમાંથી સીમતિનીઓ લાજા (ચોખા) વરસાવી રહી હતી. વસ્તીની બહાર જ્યારે જલસ પહોંચ્યો ત્યારે મારી દષ્ટિ રસ્તાથી દૂર ઊભા રહેલા એક માનવસમૂહ પર પડી. તેઓ ચાંડાલકુટુંબના હતા. શિવકેશીની ઘટના બન્યા પછી મારા વિષયમાં તેમને આદર ઠીક ઠીક વધી ગયો હતું. તેઓ ચાહતા હતા કે જલ્સમાં આવીને મારી શિબિકા ઉપર લાજા વરસાવી જાય. પણ એ એમને માટે આગમાં કૂદવા કરતાંય ભયંકર હતું. એથી ચાંડાલ બધુઓએ પોતાના અંચળમાં રાખેલ લાજા મારી તરફ લક્ષ્ય કરીને પિતાની જ સામે વરસાવી લીધા હતા. આ જોતાં જ મારું હદય ભરાઈ આવ્યું. જે આંસુઓને હું દેવી અને ભાભીની આગળ રોકી શક્યો હતો તે હવે ન રોકાયાં. એને લૂછીને મેં મારું ઉત્તરીય પવિત્ર કર્યું.
ક્ષણભર ઇરછા થઈ કે શિબિકામાંથી ઊતરીને હું એ ચાંડાલ બન્યુઓને સાત્વના આપી આવું; પણ પછી એ વિચારીને અટકી ગયે કે આથી જનતામાં એટલે ક્ષોભ ફેલાશે કે રસ્તાથી દૂર ઊભા રહેવાના અપરાધમાં પણ જનતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com