Book Title: Mahavir Devno Gruhasthashram
Author(s): Satyabhakta
Publisher: Mandal Jain Sangh

View full book text
Previous | Next

Page 83
________________ : ૮૧ : એક રાજકુમાર વૈભવને લાત મારીને જઈ રહ્યો છે. મૂલ્ય ત્યાગના ઉદ્દેશનું નથી, પણ રાજકુમારપણાનું છે. પ્રાસાદની અન્દર પણ ઘણી ધામધૂમ હતી. હા! ઉલ્લાસ નહોતો. સુગન્ધિત ચૂર્ણથી મારું વિટણ કરવામાં આવ્યું. હેમન્ત ઋતુ હેવાથી ગરમ જળથી સ્નાન કરાવવામાં આવ્યું. ભેજનમાં વ્યંજનેની ભરમાર હતી. બધું હતું, પણ હાસ્યનીવિનોદની બધી જગ્યાએ કમી હતી. | ભજનની પછી મારે ઘણે વખત ગરીબને દાન દેવામાં ગયે; ત્યાં સુધીમાં રાજમાર્ગ પર બન્ને બાજુએ હજારે નરનારીઓની ભીડ એકટ્રી થઈ ગઈ. ભાઈસાહેબે શિબિકાને જે પ્રકારે સજાવી હતી તેવી સજાવટ મારા વિવાહના વખતે પણ કરવામાં આવી નહોતી, છતાં એમ માલૂમ પડતું હતું કે ખૂબ સજાવ્યા છતાં શિબિકા હસી નથી રહી. દિવસને ત્રીજે પહર વીતી રહ્યો હતો, એથી મારે વિદાઈ લેવા માટે શીવ્રતા કરવી પડી. પુરુષવર્ગ તે જ્ઞાતખંડ સુધી સાથે ચાલવાવાળો હતો. દાસી-પરિજનેથી, ભાભીથી અને દેવીથી વિદાઈ લેવાની હતી. બધીએ સાઢુ નેત્રથી વિદાઈ આપી, બધી આંસુઓથી મારા પગ ધતી ગઈ અને અંચળથી લૂંછતી ગઈ. ભાભીએ આંસુ ભરીને અને મારી ભુજા પર પિતાને હાથ રાખીને કહ્યું: દેવર ! અમે લેકે ક્ષત્રિયાણીઓ છીએ, જન્મથી જ પિતાના ભાગ્યમાં એ લખાવી લાવ્યાં છીએ કે મોતના મેંમાં જવા વખતે પિતાના પતિ, પિતા, પુત્ર, ભાઈ અને દેવરની આરતી ઉતાર્યા કરીએ અને આંસુ લાવ્યા વગર વિદાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 81 82 83 84 85 86 87 88