________________
: ૮૨ : કર્યા કરીએ, પણ આજના જેવી વિદાઈ દેવાનું પણ પિતાના ભાગ્યમાં લખાવી લાવ્યા છીએ એની અમને કલ્પના સુદ્ધાં નહોતી, માટે આ અવસર ઉપર અગર અમે પિતાના હૃદયને પત્થર ન બનાવવા પામીએ તે અમને ક્ષમા કરજે. ' કહ્યુંઃ ભાભી, હું એ માટે વિદાઈ લઈ રહ્યો છું કે ભવિષ્યમાં પણ બહેન-પુત્રીઓ–પત્નીઓ-ભાભીઓને પિતાના હૃદયને પત્થર બનાવવાને અવસર જ ન આવે. આશીર્વાદ આપે કે હું મારી સાધનામાં સફલ થઈ શકું.
એ પછી વિદાઈ આપી દેવીએ. એમના મુખથી કંઈ બેલી શકાયું નહિ. પહેલાં તે એમણે પાસે ઊભેલી પ્રિયદર્શનાને મારા પગ પર ઝુકાવી દીધી, પછી સ્વયં ઝુકીને મારા પગે પર શિર રાખીને રડી પડયાં. એમનાં આંસુઓથી મારા પગ ભીંજાવા લાગ્યા. મેં એમને ઉઠાડતાં કહ્યું. ધીરજ રાખો દેવી! મેતીએથી પણ અધિક સુન્દર અને બહુમૂલ્ય આંસુઓને આ પ્રકારે ખર્ચ ન કરે. દુઃખથી જલતા સંસારની આગ બુઝાવવા માટે આ આંસુઓને સાચવી રાખવાનાં છે.
દેવીએ ગગ૬ સ્વરમાં કહ્યું: ચિન્તા ન કરે દેવ ! નારીઓ ધીરજમાં ભલે કંગાલ હય, પણ આંસુઓમાં કંગાલ નથી હતી. આંખેનું પાણી જ તે એમના જીવનની કહાની છે.
હું તે તમે પણ આશીર્વાદ આપે દેવી, કે તમારાં આંસુઓમાં હું સંસારભરની નારીઓની કહાની પઢી શકું.
દેવી પાસે ઊભેલાં ભાભીજીના ખભા પર શિર રાખી એમને ખભે ભીંજવવા લાગ્યાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com