________________
: ૮૪ : એ ચાંડાલોને મારા ગયા પછી પીસી નાંખશે. આથી રોકાઈ ગયે. - જ્ઞાતખંડ પહોંચીને હું શિબિકામાંથી ઊતરી ગયે. જનતા એક સમૂહમાં ઊભી રહી ગઈ. મેં બધાને સંબોધન કરતાં કહ્યું
હવે હું આપ લોકેથી વિદાઈ લઉં છું-એ માટે નહિ કે આપ લેકેથી કૌટુંબિકતા તેડવા ચાહું છું, કિન્તુ એ માટે કે હું તે સાધના કરી શકું જેથી આપ લેકેના સમાન મનુષ્યમાત્ર સાથે યા પ્રાણી માત્ર સાથે એકસરખી કૌટુંબિકતા રાખી શકું. તૃષ્ણ અને અહંકારે આત્માની અન્દર ભરેલા અનન્ત સુખના ભંડારનું જે દ્વાર બંધ કરી રાખ્યું છે એ દ્વારને ખેલાવી શકું અને બતાવી શકું કે તૃષ્ણ અને અહં. કારને ત્યાગ કરી પરમ વીતરાગતા અને પરમ સમભાવની સાથે અપરિગ્રહમાં પણ મનુષ્ય કેટલે સુખી રહી શકે છે. એને માટે એકાન્તમાં રહી મારે વર્ષો સુધી નાના પ્રકારના પ્રયોગે કરવા છે અને એ પ્રયોગની સિદ્ધિનું ફળ જગતને પીરસવું છે. હું આજ એ પ્રયોગોની બાબતમાં કઈ સ્પષ્ટીકરણ કરી શકતું નથી, કિન્તુ તે સમય આવશે કે જ્યારે તે પ્રયોગે મૂર્તિમન્ત રૂપ ધારણ કરશે.
આ કહીને મેં એક એક આભૂષણ ઉતારી ફેંકી દીધું; પછી વસ્ત્રોને વારો આવ્યો. એક દેવદૂષ્ય ઉત્તરીયને છોડી બાકી વસ્ત્રો પણ બધાં અલગ કરી દીધાં.
આ બધું જોઈને ભાઈ નન્દિવર્ધનની આંખમાં આંસુ આવી ગયાં અને સેંકડો ઉત્તરીય વસ્ત્રો પિતાની આંખે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com