Book Title: Mahavir Devno Gruhasthashram
Author(s): Satyabhakta
Publisher: Mandal Jain Sangh

View full book text
Previous | Next

Page 75
________________ : ૭૩ : પણ એનાથી તેઓ બળદે ખરીદ ન કરી શક્યા. સામન્તોએ સ્વર્ણપિડે દઈ યજ્ઞને માટે બધા બળદે ખરીદી લીધા. બળદ વિના તેઓ એવા તરફડતા હતા, જેમ કે સન્તાનહીન વ્યક્તિ તરફડે. આમ કૃષક વર્ગની બુરી દશા છે....બીજી તરફ લાખ આદમી જાતિમદના શિકાર છે. હમણાં એક સપ્તાહ પહેલાંની વાત છે. અમારા નગરની બહાર કે ચાંડાલકુટુંબ રેતું-ચિલ્લાતું જઈ રહ્યું હતું. માલુમ પડયું કે અમુક મર્યાદાની અન્દર એક ચાંડાલને પ્રવેશ થવાથી યજ્ઞ ભ્રષ્ટ થઈ ગયેા હતો, એથી એ ચાંડાલની હત્યા કરી નાખવામાં આવી હતી. કે સુન્દર હૃષ્ટપુષ્ટ યુવક હતો! એની પાછળ એની વિધવા પત્ની, બુઠ્ઠી માતા અને ત્રણ વર્ષની નાનીસી બરચી શું ચીસ પાડી પાડી રેઈ રહ્યાં હતાં ! જેઈને પત્થરને પણ આંસુ નિકળી શકતાં હતાં. પણ આજને મનુષ્ય પત્થરથી પણ વધારે કઠોર છે, એને પિગળાવવા માટે કઈ મહાન તપસ્વીને તપ જોઈએ. આ મેગ્યતા: અમને વર્ધમાન કુમારમાં જ દેખાય છે, માઈ ! જગતના ઉદ્ધાર માટે તમારે પણ આ તપસ્યામાં સહાયક થવું પડશે, વર્ધમાન કુમારને છૂટી દેવી જોઈશે. તમારે આ ત્યાગ જગના મહાનમાં મહાન ત્યાગેમાં હશે. તમે દયાલુ છે માઈ! લાખ વ્યક્તિઓની આંખમાંથી નિકળેલી અશ્રુધારાને જોઈ તમે પિતાની આંખનાં આંસુ ભૂલી જશે માઈ! દેવી શિર ઝુકાવીને બેઠાં રહ્યાં. એમની આંખોમાં આંસુ ભરાઈ આવ્યાં અને ક્ષણભર પછી એમણે મારા પગે પર માથું નાખી દીધું અને રાતાં રોતાં બોલ્યાઃ શમા કરે દેવ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88