________________
*H :
રહુ છું; એક પ્રકારે મારા બધા વખત મારી સાધનામાં લાગ્યા રહ્યા છે; છતાં મળવા-કરવા અને વાત કરવાના સમય તા મળતા જ રહ્યા છે. પણ આજ એમના અને મારા જીવનના ઉપરી મિલનની અન્તિમ રાત્રિ છે. આ પછી ઉપરનું દામ્પત્ય પણ વિચ્છિન્ન થઈ જશે.
કાલે એ લૌકાન્તિક રાજયાગીઓની વાત સાંભળીને દેવીએ મને નિષ્ક્રમણની અનુમતિ આપી દીધી; છતાં એ ત્યાગના બાજો એમને ઠીકઠીક ભારે પડી રહ્યો છે. એમના વિવેકે, એમની વિશ્વહિતષિતાએ અનુમતિ આપી છે, પણ મન તેા વ્યથાભારથી આહ આહ કરી રહ્યુ છે. પણ એને ઉપાય શે ? દુનિયાના તામસ યજ્ઞોને દૂર કરવા માટે આ મહાન્ સાત્ત્વિક યજ્ઞ કરવા જ પડશે.
એક વાર ઇચ્છા તા થઇ આવી કે દેવીના ઓરડામાં જઇ એમને સાન્દ્વના દઈ આવું, જેથી એમને નીંદ આવી જાય; પણ અટકી ગયા. આ વખતે એમને સાન્દ્વના આપવાના અથ હતા એમને રાતભર રાવરાવવાં. માટે ન ગયેા.
હું ચાહું છું કે મારા જવા પછી એઆ વૈધવ્યની યાતનાનેા અનુભવ ન કરે, કિન્તુ ત્યાગના મહાન ગૌરવને અનુભવ કરે.
આ બધા વિચારામાં રાત નિકળી જવા આવી. ટહેલવાક્વાથી કઇક થકાવટ જેવુ લાગ્યું અને લેટી ગયા, થાડી વારમાં નીંદ પણ આવી ગઈ; પણ કંઈ મુહૂત ભર સૂવા પામ્યા હતા કે હુ ચાંકી ગયા. આંખ ખુલતાં જ જોયું કે દેવી શય્યાની નીચે બેઠાં બેઠાં એકીટસે મારા માં તરફ જોઇ રહ્યાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com