________________
૪ ૭૮ ; છે. મને આશ્ચર્ય ન થયું. છતાં પ્રેમલ સ્વરમાં મેં પૂછયું: આટલી રાત સુધી શું તમે સૂતાં નથી દેવી ?
દેવીના હેઠ કાંપવા લાગ્યા. માલૂમ પડયું કે બને હોઠે ઉભરાઈ રહેલા રુદનના ધક્કાને સહન નથી કરી રહ્યા. ઘણી મુશ્કેલીથી રુંધાયેલ ગળાથી એમણે કહ્યું: સૂવા માટે તે આખું જીવન પડયું છે દેવ !
હું બેઠે થઈ ગયે. દેવીને હાથ પકડી મેં એમને શય્યા પર બેસાડી લીધાં અને હળવું સરખું મુસ્કાન લાવીને કહ્યું આ પ્રકારે એકીટસે શું જોઈ રહ્યાં હતા દેવી?
દેવીઃ આપના રૂપને પી રહી હતી દેવ! વિચાર કર્યો કે જીવનભર તે તરસથી તરફડવું જ છે, આ અતિમ રાત્રિ છે, જેટલું પી શકું તેટલું પી લઉં.
મેં કહ્યું: મેક્ષના સિવાય શું કયારેય કામથી પ્યાસ બુઝાઈ છે ખરી, દેવી !?
દેવી ચૂપ રહ્યાં. મેં કહ્યું–
આમ ધીરજ ખેવાની જરૂર નથી દેવી! તમારે તે પિતાની દાનવીરતાનો અનુભવ કરવાનું છે. લાખે સુવર્ણ– મુદ્રાઓનું દાન કરવાવાળાઓની દાનવીરતા તમારી આ દાનવીરતાની આગળ કંઈ હિસાબમાં નથી. તેઓ સુવર્ણના ટુકડાઓનું દાન કરે છે, પણ હૃદયના ટુકડાઓનું યા પૂરા હૃદયનું દાન તેઓ નથી કરવા પામતા. તમે તે આજે પિતાના હૃદયનું દાન કર્યું છે, જીવનનાં તે સુખનું દાન કર્યું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com