Book Title: Mahavir Devno Gruhasthashram
Author(s): Satyabhakta
Publisher: Mandal Jain Sangh

View full book text
Previous | Next

Page 74
________________ : ૭૨ : વચમાં બોલી ઊઠયાં દેવીજી: પુરાણું તીર્થો કંઈ ચેડાં નથી; તે પછી એક નવું તીર્થ બનાવવાથી શું લાભ? તેઓઃ ઘરમાં અગર ઘણું બુઠ્ઠા બેઠા હોય તે શું એથી નવા બાળકની આવશ્યકતા નથી રહેતી, માઈ ? દેવીઃ બાળક શું વૃદ્ધ નહિ બનવાને? તેઓઃ બનશે. પણ વૃદ્ધ બનવા પહેલાં જવાનીભર કામ કરી જશે, આગળને માટે નવું બાળક પણ પેદા કરી જશે. જગની વ્યવસ્થા તો આ જ પ્રકારે ચાલ્યા કરે છે, માઈ! પુરાણું વ્યક્તિઓ મરે છે, નવી વ્યક્તિઓ પેદા થઈ તેમની જગ્યા લે છે; પુરાણું તીર્થો મરે છે, એમની જગ્યાએ નવું પેદા થાય છે. ધર્મની પરંપરા માનવની પરંપરાની જેમ આ જ પ્રકારે ચાલે છે. થોડીવાર બધા ચૂપ રહ્યા. ફરી લોકાન્તિકે બેલ્યા એમાં સર્દેહ નહિ, માઈ, કે કુમારના જવાથી આપના જીવનમાં શૂન્યતા આવી જશે. પણ આજની દુર્દશાના કારણે કેટલાં ઘરમાં શૂન્યતા આવી રહી છે એને પતે આપને એકવાર પણ જો લાગી જાય તે દિનરાત આપનાં આંસુ રોકાશે નહિ. પશુઓની દુર્દશાની વાત જવા દઈએ, એને માટે તે બ્રાહ્મણેનું સાફ કહેવું છે કે “જ્ઞાર્થ ઘરાવઃ સુર” યજ્ઞને માટે પશુઓ બનાવવામાં આવ્યા છે, અને યજ્ઞને અર્થ કરી રાખે છે એમને જીવતા બાળીને ખાઈ જવા ! પણ મનુષ્યોને જે યજ્ઞ થાય છે એના મરણ માત્રથી છાતી થરથરી જાય છે. હમણાં જ બે સપ્તાહ પહેલાંની વાત છે. કૃષકેનું એક દિલ અમારી પાસે આવ્યું હતું, બધાની પાસે રજતપિંડે હતાં, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88