________________
: ઉs : સ્વર્ગમાં અપ્સરાઓને નિયત કરી લેવાની ચિન્તા છે. ઊર્વશી અને તિલોત્તમા પર બધાની દૃષ્ટિ છે. પણ આથી સમાજને મોટે ભાગ કંગાલ બનતું જાય છે એ તરફ કેઈની દષ્ટિ નથી.
તે આપ આપને ત્યાંના શાસકને આ વાત કેમ નથી કહેતા ?
તેઓઃ કહેવાનો શું અર્થશાસકે તો એ જ વાત જાણે છે યુદ્ધ અને વિલાસ. બાકી બીજી બધી વાત સમજવાને ઈજારે એમણે બ્રાહ્મણને આપી દીધું છે.
હું તે બ્રાહ્મણને કહે.
તેઓઃ બ્રાહ્મણને કહેવાને પણ કંઈ અર્થ નથી. કેમકે લેકેના અન્ધવિશ્વાસ તથા વ્યર્થનાં આ ક્રિયાકાંડે ઉપર જ બ્રાહણેની જીવિકા નિર્ભર છે; અને આ જીવિકાને વ્યવસ્થિત રાખવા માટે જે મોટાઈની જરૂર છે તે જન્મથી જાતિ માનવાથી અને બીજાઓને નીચા દેખાડવાથી જ મળી શકે છે. સમાજની દુર્દશા પર જ જેમના સ્વાર્થ ટકેલા છે તેઓ દુર્દશાને શું દૂર કરશે ? અને શું કામ કરશે ?
તે આપ મારી પાસેથી શી આશા કરે છે ? તેઓઃ અમે લેકેએ આપના સંબંધમાં ઘણું સાંભળ્યું છે. આપ ઘણા જ્ઞાની છે, તપસ્વી છે, સંસારની આ દુર્દશા પર ચિન્તિત છે. એ માટે આપ એક નવા તીર્થની સ્થાપના કરી શકે છે. જ્યાં સુધી નવું તીર્થ ન બને, તીર્થના આધાર પર વિશાળ સંધ ન બને ત્યાં સુધી સાધારણ જનતાના મન ઉપર પોતાના વિચારોની છાપ પડવાની નહિ, સમાજને આ દુર્દશાથી ઉદ્ધાર થવાને નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com