________________
: ૭ :
છે, જ્યારે ગૃહસ્થાશ્રમમાં પણ મેાક્ષનાં દર્શન થવા લાગશે. તે યુગને લાવવાની હું ચેષ્ટા કરીશ, એ પ્રકારનાં ચિત્ર પણ મેચીશ, જેથી એ સત્યને લેાકે સમજે; પણ હમણાં તે તે દુર્લભ છે; અને મારી સાધના તે એ રૂપમાં થઈ જ નથી શકતી. મારે તે મારું જીવન વિકટ પરીક્ષાએમાંથી ગુજારવુ' પડશે. દેવીએ એ ઠીક કહ્યું હતુ` કે મારે અભ્યાસ કરવાની જરૂર નથી. સાચે જ નથી. પણ વાસ્તવિક વાત તે એ છે કે મને
આ અભ્યાસમાં એક પ્રકારે આનન્દ આવે છે, ઠીક એ પ્રકારે કે જે પ્રકારે એક યાદ્ધાને યુદ્ધમાં આનન્દ આવે છે. પ્રકૃતિ ઉપર અધિકથી અધિક વિજય પ્રાપ્ત કરવા એ મારી ઈચ્છા છે. એ જ જિનત્વ છે અને મારે જિન બનવું છે. અસ્તુ. મારી ગૃહતપસ્યા બહારથી ભલે કમ થઇ ગઈ હાય, પણ આન્તરિક તપસ્યામાં કાઇ કમી આવવા ન પામશે.
૧૫-મુંઝવણુ
માતાજીના સ્વર્ગવાસ થયાને એક વર્ષથી વધુ વખત થયેા. ભાઈસાહેબને જે એક વર્ષનું વચન આપ્યુ હતુ. તે પણ વીતી ગયું. હવે ભાઈસાહેબની અનુમતિ મળવામાં સન્દેહ નથી. પણ ભાઈસાહેબ તે નિમિત્તમાત્ર છે, વાસ્તવિક પ્રશ્ન તા દેવીના છે. એક બે મહીનાથી એમના ચેહરા ઉપર એવી વિદ્ધલતા છવાયેલી રહે છે અને ચિન્તાના કારણે એમની શરીરષ્ટિ એટલી દુલ થઇ ગઇ છે કે એમની આગળ નિષ્ક્રમણની ચર્ચા અસમયનાં ગીતથી પણ ભદ્દી માલૂમ પડે છે. હવે તેા કઠિનાઈ ત્યાં સુધી વધી ગઇ છે કે જીવનની, સમાજની કાઈ ચર્ચા પણ નથી થવા પામતી. જરા જેટલું પ્રકરણ છેડાતાં જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com