________________
: ૬૫ : સહે એ મારાથી દેખ્યું નહિ જાય. હું તે સમજું છું કે આત્મકણ દંડનું ભયંકરતમ રૂપ છે.
હુંઃ તમે ઠીક સમજે છે દેવી! પણ જે કંઈ હું કરી રહ્યું છું તે આત્મકષ્ટ નથી, ફક્ત અભ્યાસ છે. અભ્યાસને કોઈ પ્રકારને દંડ કહી શકાતું નથી.
દેવીએ આશ્ચર્ય અને સદેહથી દેહરાવ્યું અભ્યાસ છે?
મેં કહ્યુંહા, અભ્યાસ છે. જગ ભેગમાં જ સુખને અનુભવ કરે છે અને ભેગોની છીનાઝપટીથી જ તે નરક બન્યું છે. હું બતાવવા ચાહું છું કે અસલી સુખને સોત અન્દરથી છે, બહારથી નથી. જગને જે અનેક પાઠ પઢાવવા ચાહું છું એમાં એક પાઠ આ પણ છે. એને જ માટે આ અભ્યાસ છે.
દેવી કંઈક વિચારવા લાગ્યાં પછી બોલ્યાં દેવ! આપ જેવા જન્મજાત જ્ઞાની અને સંકલ્પબલીને આ પ્રકારને અભ્યાસ કરવાની કોઈ આવશ્યકતા નથી. કેમલાંગી સ્ત્રીઓ પણ આવશ્યકતા આવી પડતાં વગર અભ્યાસે જ મેટાં મોટાં દુઃસાહસનાં કામ કરી જાય છે. આપ તે મહાપુરુષ છે, જે દિવસે જે કાર્યની આવશ્યકતા હશે તે દિવસે નિષ્ણાતની જેમ આપ તે કામ કરી દેખાડશો. માટે દયા કરી આ અભ્યાસ ન કરે જે દિનરાત મારા હૃદયમાં શૂળની જેમ ભેંકાતે રહે.
હું થોડીવાર ચૂપ રહ્યો. પછી બે આખર તમે શું ચાહે છે?
દેવીઃ એ જ કે કંઈક અભ્યાસ કમ કરી દો. આપ ઊભા રહી ધ્યાન લગાવે અને જ્યારે ચાહે ત્યારે લગાવે, મને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com